________________
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
૧૭૬૩–૧૭૬૮ ) ઇત્યાદિને અનુસરે છે, જો કે આ પ્રમાણે હિંસાના પ્રકારેાના નિર્દેશ અજૈન કૃતિઓમા મળતા નથી.
૧૯૪
અવતરણ—અવસૂરિમા અવતરણા છે. દા. ત. રૃ. પમા વિયાહપત્તિ અને દસવેયાલિયમાથી અવતરણા અપાયા છે. પૃ. ૩માં જે પાચમુ પદ્ય અવતરણરૂપે અપાયુ છે તે પૃ. ૮મા પણ અપાયું છે અને તેમ કરતી વેળા એના કર્તા તરીકે હેમચન્દ્રના ઉલ્લેખ છે. આ હેમચન્દ્ર તે ‘ કલિકાલસર્વજ્ઞ ’ કે ‘ મલધારી ’ તરીકે સુપ્રસિદ્ધ સૂરિ ન હાઈ શકે; એ તા હરિભદ્રસૂરિની પૂર્વે થયેલા કાઈ હેમચન્દ્ર હાવા જોઈ એ; નહિ તેા આ અવસૂરિની સ્વાપન્નતાને બાધ આવે, સિવાય કે આ ઉલ્લેખ પ્રક્ષિપ્ત હોય.
અવસૂરિ ( પૃ. ૩ )માં ધ્યાનને અંગે પાચ અને હિંસાને અંગે પણ પાચ પડ્યો છે. શું આ પણ અવતરણા છે?
જિનકા૰ (વિ. ૧, પૃ. ૪૬૧)મા હિસાષ્ટક યાને હિંસાનિર્ણયના ઉલ્લેખ છે પણ એના કર્તા વિષે નિર્દેશ નથી. શુ આ પ્રસ્તુત કૃતિ છે ?
વિવરણાત્મક કૃતિઓ
હરિભદ્રસૂરિએ જેમ રવતંત્ર કૃતિએ રચી છે તેમ પેાતાની તેમ જ અન્યે રચેલી કૃતિઓને વિવરણા વડે વિભૂષિત પણ કરી છે. જે કૃતિ ઉપર એમની સ્વાપન્ન ટીકાએ છે તેના નામ નીચે મુજબ છેઃ
(૧) અનેકાન્તજયપતાકા
(૨) ધમ સાર
(૩) ૫ચવત્યુગ (૪) ચેાગદષ્ટિસમુચ્ચય (૫) શાસ્રવાર્તાસમુચ્ચય