SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૭૭ જિ. ર. કે. (વિ. ૧, પૃ. ૨૨)માં ૧૩૮૮ ગાથામાં જયશેખરે સંધપ્રકરણ રચ્યાનો ઉલ્લેખ છે. શું એ વાસ્તવિક છે ? (૧૭૫) સવજ્ઞાસિદ્ધિ અને એની (૧૭૬) સ્વપજ્ઞ ટીકા શૈલી–સવ સિદ્ધિ એ સસ્કૃતમાં ગદ્ય અને પદ્ય એમ ઉભય સ્વરૂપે રચાયેલું પ્રકરણ છે. વિષય–આ કૃતિના આદ્ય પદ્યમાં અનેકાન્ત-દષ્ટિપૂર્વકના વિશેષણ વડે જિનેન્દ્રની સ્તુતિ કરાઈ છે. આ પદ્ય નીચે મુજબ છે – "लक्ष्मीमृद् वीतराग क्षतमतिरखिलार्थज्ञताऽऽपिष्टमूर्ति देवेन्द्राचार्योऽप्रसादी परमगुणमहारत्नदोऽकिञ्चनेश । नच्चातञ्चतिवक्ता नवितथवचनो योगिना भावगर्भ ध्येयोऽनङ्गश्च सिद्धर्जयति चिरगतो मार्गदेशी जिनेन्द्र ॥" લે. ૨-૯મા સવાસિદ્ધિ રચવાનો ઉદ્દેશ દર્શાવાય છે. લે. ૧૦-૨૧મા સર્વજ્ઞતા ન સ્વીકારનારના મતવ્ય પૂર્વ પક્ષ તરીકે રજૂ કરાયા છે. આનું નિરસન ગદ્યમાં અને એના પછીના પચ્ચીસ પડ્યોમા કરાયું છે. ત્યાર બાદ ગદ્યાત્મક લખાણ છે અને આ તે ૨૨ પદ્યો છે. અંતિમ પદ્યમા “વિરહ’ શબ્દ છે. નામનું સૂચન–બૌદ્ધ ગ્રંથકાર કલ્યાણરક્ષિતે (ઈ.સ. ૭૦૦) સવાસિદ્ધિકારિકા રચી છે. રત્નકીર્તિએ પણ આ જ નામની કૃતિ રચી છે. વળી શંકરન દને સવજ્ઞાસિદ્ધિસંક્ષેપ રચે છે. આ જોતા ૧ આ મૂળ કૃતિ હિંસાષ્ટક ઇત્યાદિ સહિત “ત્ર કે શ્વે સસ્થા ” તરફથી ઈ સ ૧૯૨૪માં પ્રસિદ્ધ કરાઈ છે એની પજ્ઞ ટીકા હજી સુધી છપાવાઈ નથી તે કદાચ એની કઈ પ્રત મળતી નહિ હોય તેને આભારી હશે. જિ. ૨૦ કે, (વિ ૧, પૃ ૪૨૮)માં હારિભદ્રીય સર્વજ્ઞસિદ્ધિ“માણિચચ દિ. ગ્રંથમાલા” (ગ્ર થાક ૧)માં વિ સ. ૧૯૭૨માં છપાયાનું લખ્યું છે તે શુ સાચી હકીકત છે ? ૯ ૧૨
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy