SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૬૧ “આર્યા” છંદમાં રચાયેલી છે. એ સોળ વિભાગોમાં વિભકત છે. એ પ્રત્યેક વિભાગને મુકિત આવૃત્તિમાં “અધિકાર” કહ્યો છે. પહેલા પંદર અધિકારમા સોળસેળ પડ્યો છે, જ્યારે સાળમામા–અંતિમ અધિકારમાં સત્તર પદ્ય છે. આ સત્તરમુ પદ્ય “વોરાપોરમ્” એવા ઉલ્લેખ પછી અપાયું છે. આમ પ્રત્યેક અધિકારનાં પોની સંખ્યા ઉપરથી આ કૃતિનું નામ પડશક યાને પડશપ્રકરણે પડાયું છે; કર્તાએ તે આ નામ કઈ સ્થળે આ કૃતિમાં આપ્યું નથી. સિદ્ધસેન દિવાકરની દ્વિત્રિશ-ર્વિશિકાના નામનું આ રમરણ કરાવે છે. વિષય–સોળે ષોડશકના નામ સાન્વર્થ છે એટલે વિષયની પૃથફ ઉલ્લેખ ન કરતા એ “નામ જ અહી રજુ કરું છું – (૧) ધર્મ–પરીક્ષા, (૨) દેશના કિવા સદ્ધર્મદેશના. (૩) ધર્મ–લક્ષણ, (૪) ધર્મેચ્છલિંગ, (૫) લોકોત્તરતત્વ-પ્રાપ્તિ, (૬) જિન-મદિર, (૭) જિન–બિંબ, (૮) પ્રતિષ્ઠાવિધિ, (૯) પૂજારવરૂપ, (૧૦) પૂજા-લ, (૧૧) ચુત-જ્ઞાન-લિંગ, (૧૨) દીક્ષાધિકાર, (૧૩) ગુરુ-વિનય, (૧૪) યોગ–ભેદ, (૧૫) ચેય–વરૂપ અને (૧૬) સમરસ. ચશેભદ્રસૂરિનું વિવરણ તેમ જ ચવિજયગણિની વ્યાખ્યા ઉપરના ટિપ્પણી આ બે સાથે મૂળ કૃતિ “ કે એ સસ્થા ”(રતલામ) તરફથી વિ. સ. ૧૯૯૨મા છપાવાઈ છે. આ સપાદનમાં પ્રાર ભમાં સપાદક તરફથી પ્રત્યેક છેડશકના વિષયોની સૂચિ અપાઈ છે મૂળ કૃતિના પ્રથમના આઠ ડાકો ગુજરાતી ભાષાતર અને વિવેચન સહિત કેશવલાલ જૈન તરફથી ઈ સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કરાયા છે. “જૈન ગ્ર થ પ્રકાશક સભા” તરફથ્રી ઈ. સ. ૧૯૩૯માં “પ્રીહરિભદ્રસૂરિગ્રન્થસ ગ્રહ” નામથી જે અગિયાર ગ્રે છે પ્રકાશિત થયા છે તેમાને ત્રીજે ગ્રથ તે છેડશક છે. ૧ “દે લા. જે. પુ સસ્થા ” તરફથી પ્રકાશિત આવૃત્તિ ( પત્ર ૯૬)માં જે નામે છે તે હું અહી આપું છું. હ ૧૧
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy