________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૫૯
આક્ષેપ–ષદશનસમુચ્ચયમા ઉત્તર-મીમાસા યાને વેદાતનું નિરૂપણ નથી. આથી “ચૌખંબા સંસ્કૃત સિરીઝ” તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિની ભૂમિકા (પૃ. ૨)મા દામોદરલાલે છ દર્શનેની કરેલી વ્યવરથાને દુર્વ્યવસ્થા કહી છે વળી એમણે ગ્રંથકારે રવીકારેલી આ પદ્ધતિ “દીપાધરિતમિર ન્યાયના આલંબનરૂપ છે એમ કહ્યું છે.
વિવિધ દર્શનોને લક્ષ્યમાં રાખી અનેક નાનીમેટી કૃતિઓ રચાઈ છે. આ બાબત મેં “પદર્શનસમુચ્ચય અને મણિભદ્રકૃત ટીકા” નામના મારા લેખમા વિચારી છે. આથી અહીં તો કોઈક જૈને રચેલી સર્વસિદ્ધાંતપ્રવેશક નામની લઘુ કૃતિ વિષે થોડુંક કહીશ:
આ કૃતિ સંસ્કૃતમાં છે. પ્રારંભમાં એક પદ્ય છે. એ દ્વારા ગ્રંથકારે સર્વ ભાવના પ્રણેતા જિનેશ્વરને નમસ્કાર કર્યો છે અને સર્વ નિગમને વિષે જે તત્વલક્ષણ ઈષ્ટ છે તે કહેવાની પ્રતિજ્ઞા કરી છે. ત્યાર બાદ
એમણે “નયાયિક” દર્શનનું ગદ્યમા સ ક્ષિત નિરૂપણ કર્યું છેઆ -દર્શન પછી એમણે વૈશેષિક, જૈન, સાખ, બૌદ્ધ, મીમાંસક તથા ચાર્વાક એમ છ દર્શનની રૂપરેખા ગદ્યમા આલેખી છે. આ કૃતિનું સંપાદન મુનિશ્રી જ બુવિજયજીએ કર્યું છે અને એ સર્વસિદ્ધાન્તવેરો એવા એમના લેખ દ્વારા “જૈ. સ પ્ર.” (૨ ૧૬, અ. ૨)થી શરૂ થયું છે અને કટકે કટકે આ માસિકમા એ છપાય છે. આ લેખમાં એમણે સર્વસિદ્ધાંતસંગ્રહનો ઉલ્લેખ કર્યો છે
પંચદશનસ્વરૂપ–જેમ છ દર્શનેને લક્ષીને વિવિધ કૃતિઓ રચાઈ છે તેમ બૌદ્ધ, નૈયાયિક, સાખ્ય, વૈશેષિક અને જૈમિનીય એ પાચ દર્શનના નિરૂપણાથે કોઈએ પંચદશનસ્વરૂપ નામની કૃતિ રચી છે.
૧ આ સ બ ધમાં મે કેટલીક બાબત વિ સ ૨૦૦૫માં છપાયેલ ઉપદેશરત્નાકરની ભૂમિકા (પૃ ૬૮-૬૯ને ૯૨)માં આપી છે.