SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા | જીવન અને કવન ૧૦૯ નામ ઉપરથી રખાયાં છે. મૂલસિરી (મૂલશ્રી) યાને મૂલદેવ, કંડરીય (કંડરીક), એલાસાઢ (એલાષાઢ), સસ (શશ) અને ખંડવાણું (ખંડપાના) એ આ મુખ્ય પાત્રના–ધૂર્તશિરોમણિઓના નામ છે. પહેલા ચાર પુરુ-ધૂર્ત પાસે પાસે ધૂર્તના નાયક છે, અને છેલ્લી ખંડવાણા એ સ્ત્રી–ધૂર્ત પાસે ધૂર્તાણ (ધૂતારી)ની મુખી છે. - નિદેશ–હરિભસૂરિએ જાતિ આ કૃતિને બે રથળે–પ્રથમ પદ્યમાં તેમ જ પાચમ આખ્યાનકના ૧૨મા પદ્યમાં ધુત્તખાણું તરીકે નિર્દેશી છે કમ્પ (ભા. ૩)ની વૃત્તિ (પૃ ૭રર)માં “ગાથાનાનિ ધૂર્તાલ્યાના નિ” એવો જે ઉલ્લેખ છે તે આ કૃતિને જ ઉદેશીને હશે એમ લાગે છે. પ્રવચ૦ (શૃંગ ૯, શ્લે. ૨૧૧)માં તિવકથાનકપંચક તરીકે જે કૃતિને ઉલ્લેખ છે તે તે ધુત્તખાણ જ છે. વિશેષમાં એમાને ૨૦૯મે લૈક અલ્પ પરિવર્તનપૂર્વક પાચમા આખ્યાનકના ૧૨૦મા પદ્ય તરીકે જોવાય છે. એથી આ અનુમાન પુષ્ટ બને છે. વિષય વૈદિક હિન્દુઓની હાસ્યાસ્પદ પૌરાણિક માન્યતાઓની– ગપાઓની ઠેકડી કરવાના આશયથી આ કૃતિ રચાઈ છે, અને એમા ગ્રંથકારને અસાધારણ સફળતા મળી છે. “ચિત્રકૂટ” દુર્ગમા રહીને સમ્યકત્વના રાગી હરિભસૂરિએ આ કથા રચી ભારતીય ચાબખા” સાહિત્યમાં અમૂલ્ય ઉમેરે કર્યો છે. ટ્વેદના “મહૂકસૂક્ત” અને એતરેય બ્રાહ્મણમાની શુનશેપની કથા એ આ જાતના ભારતીય ૧ ભૂલદેવ નામના ધૂર્તની કથા આવસ્મયની ચુણિ (ભા. ૧, પૃ. પ૪૯)માં છે ૨ જુઓ પૃ. ૧ અને ૨૨. ૩ ક્તિવ એટલે ધૂર્ત.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy