________________
૧૦૭
સાહિત્યસેવા | જીવન અને કવન
આ કૃતિની એકે હાથપોથી હજી સુધી તે મળી આવી નથી. હરિભદ્રસૂરિએ આ કૃતિ રચી છે એમ માનવા માટે શે આધાર છે એમ કોઈ પ્રશ્ન પૂછે તે તેને ઉત્તર ઉપર્યુક્ત ઉલ્લેખ પૂરો પાડે છે. વિશેષમાં આ કૃતિની નોધ મલયગિરિસૂરિએ ધમ્મસંગહણ (ગા. ૪)ની ટીકા (પત્ર ૭૮)મા નીચે મુજબ લીધી છે – ___" यथा चापुरुषार्थता अर्थकामयोस्तथा धर्मसारटीकायामभिहितमिति नेह प्रतन्यते"
આ ઉલ્લેખ ઉપરથી એમ અનુમનાય છે કે ધર્મસારની રચના હરિભસૂરિએ કરી છે અને એની ટીકા મલયગિરિસૂરિએ રચી છે
વિષય-ધર્મસાર એ નામ વિચારતા એમ ભાસે છે કે એમાં ધર્મનો સાર સમજવા હશે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ વિષે તેમ જ પ્રસંગવશાત કેવલિ-સમુદ્રઘાત વિષે નિરૂપણ હશે એમ લાગે છે. - વિવરણધર્મસારના ઉપર મૂલટીકા એટલે કે પહેલવહેલી ટીકા જે કઈ પણ હોય તો તે હરિભસૂરિની છે અને તે પણ સસ્કૃતમાં ગદ્યમાં છે એમ દેવેન્દ્રસૂરિના છાસીઈ (ગા ર૯)ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૧૬૧)ગત નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જાણી શકાય છે –
“यदाह धर्मसारमूलटीकाया भगवान् श्रीहरिभद्रसूरि - 'मनोवचसी तदा न व्यापारयति प्रयोजनाभावात् '"
આ પ્રસગ વિચારતા એમ લાગે છે કે કેવલિ-સમુદ્દઘાતને અધિકાર ધમસારમાં આવતો હશે
ધમ્મસંગહણી (ગા ૪) ઉપરની મલયગિરિસૂરિકૃત ટીકા (પત્ર ૭૮)માં ધમસાર પર આ સૂરિએ રચેલી ટીકાનો ઉલ્લેખ છે આમ જે ઘમસાર ઉપર મલયગિરિસૂરિની ટીકા છે તે આ જ