SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન વિવરણે–ઉવએ પય ઉપર વર્ધમાનસૂરિએ વિ. સ ૧૦૫૩મા સરસ્કૃતમા ટીકા રચી છે એની પ્રશસ્તિ પાથિંલગણિએ રચી છે અને એને પ્રથમદર્શ આમ્રદેવે લખ્યો છે જેસલમેરના ભંડારમાં આની વિ. સં. ૧૧૯૩માં લખાયેલી હાથપોથી છે જે, ભા. ગં. સૂ. (પૃ ૬-૭)માં આ ટીકાના આદિમ અને અંતિમ ભાગ અપાયા છે અને એ તે વિ. સ. ૧ર૧રમાં લખાયેલી હાથપોથીમાથી છે. રામચન્દગણિની સહાયતાથી મુનિચન્દ્રસૂરિએ ઉવએસપથ ઉપર વિ. સ. ૧૧૭૪મા સુખસંધના નામની સંસ્કૃતમાં વ્યાખ્યા રચી છે. એમાં એમણે અર્થદષ્ટિએ ગહન એવી કોઈકની ટીકાને નિર્દેશ કર્યો છે. શું આ ટીકા તે જ વર્ધમાનસૂરિકૃત ટીકા છે ? સુખસાધનામાં મૂળમાં જે ઉદાહરણોનું સૂચન છે તેના સ્પષ્ટીકરણ તરીકે ટીકાકારે મોટે ભાગે પાઈયમા કથાઓ આપી છે. વિએ પય ઉપર એક અજ્ઞાતકર્તાક ટીકા પણ છે. અનુવાદ–ઉવએ પય તેમ જ એના ઉપરની સુખસંબોધન વ્યાખ્યાના કામિકી બુદ્ધિ સુધીના ભાગને ગુજરાતી અનુવાદ “જૈન ધર્મવિદ્યાપ્રસારક વર્ગ” તરફથી ઈ. સ. ૧૯૦૯મા છપાયે છે. (૨૨) કથાકેશ આ કથાઓના સંગ્રહરૂપ કૃતિ હશે. જેમકે હરિણકૃત બહતથાકેશ. પ્રસ્તુત કૃતિની એકે હાથથી હજી સુધી તે મળી આવી નથી, જોકે એની નોધ સુમતિગણિએ અને સર્વરોજગણિએ પણ ગટસન્સની ટીકામાં લીધી છે. ૧ આ મુદ્રિત છે જુઓ પૃ ૮૩, ટિ ૧ ૨ આ “સિ જે 2.”મા ઈ સ ૧૯૪૩મા પ્રકાશિત કરાયો છે અને એનું સંપાદન એ એન ઉપાધ્યેએ કર્યું છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy