SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. हेत्वाभासः । સ્થળે સમાનતા જ , અર્થાત જેમ વ્યધિકરણમાં રહેલ હેતુ સાધ્ય સિદ્ધ ન કરી શકે તેમ પક્ષને ધર્મ પણ નથી કરી શકતે. કારણ કે બન્નેમાં સમાનભાવે દોષ છે. શંકા–પર્વતના દ્રવ્યતારૂપ હેતુમાં વ્યભિચાર છે માટે તે ગમક થઈ શકતા નથી, અર્થાત્ પર્વતદ્રવ્યતા પક્ષધર્મ હોવા છતાં જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એ વ્યાપિની જેમ “જ્યાં જ્યાં પર્વત દ્રવ્યત્વ હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એવી વ્યાપ્તિ બનતી નથી, કારણ કે, વઢિશૂન્ય પણ પર્વત ઉપલબ્ધ થાય છે, એટલે આથી પર્વતદ્રવ્યતા હેતુમાં વ્યભિચાર છે. સમાધાન–તે જ પ્રમાણે તમે જણાવેલ વ્યધિકરણમાં પણ વ્યભિચાર છે, કારણ કે, જ્યાં જ્યાં માતા-પિતાનું બાહ્મણ્ય હોય ત્યાં ત્યાં પુત્રનું બ્રાહ્મય હોય એવી વ્યક્તિ છે પણ નટ-ભટાદિમાં માતા-પિતાનું બાહ્યય નથી માટે ત્યાં તે ગમક બની શકે નહિ. શંકા–પણ અવિનાભાવ સંબધથી સંબદ્ધ હેતુને વ્યધિકરણ કેમ કહે - વાય? એટલે કે, અવિનાભાવ સંબંધને કારણે હેતુ વ્યધિકરણ રહેશે નહિ. સમાધાન–જે તમારા કહેવાનો અર્થ એ હોય કે-જ્યાં સાધ્યને જણવનાર અવિનાભાવ સંબંધ ન હોય તે વ્યધિકરણ, તે પછી એ પ્રકારના વ્યધિકરણને અમે દેષરૂપ સ્વીકારીએ છીએ પણ એ સ્થિતિમાં પ્રમેયવાદિ હેતુઓ પણ સાધ્યજ્ઞાનજનક અવિનાભાવ સંબંધથી રહિત હોવાથી વ્યધિકરણ જ કહેવાશે, પરન્ત વ્યભિચારી આદિ નહિ કહેવાય, અને તેથી કરીને હિતને જ્યારે પક્ષથી અન્યના ધર્મ તરીકે કહેવામાં આવે ત્યારે તે હેતુ વ્યધિકરણ હેત્વાભાસ રૂપ છે, એવી તમારી માન્યતા છે, અને એ વ્યધિકરણ હતુ અગમક જ છે, એ પ્રકારના તમારા નિયમનું અમે ખંડન કરીએ છીએ. શંકા-કથનમાં કાંઈક વિપર્યય થઈ ગયો હોય છતાં પ્રતિભાશક્તિ-(નવનવી કલ્પનાને ઉત્પન્ન કરનારી બુદ્ધિરૂપ શક્તિ) અને ઊહશક્તિ-(તર્કશક્તિ) દ્વારા માતા-પિતાનું બ્રાહ્મણ્ય એ પ્રકારે હેતુનું કથન કરવા છતાં તેને અર્થ એમ સ્વીકારે કે “બ્રાહ્મણ જન્ય છે માટે તે તે હેતુ વ્યધિકરણ રહેતું નથી. અને સાધ્યને પણ સિદ્ધ કરી શકે છે તે તેને હેવાભાસ શા માટે માન ?. સમાધાન–તે પછી પટ કૃતક છે માટે એ પ્રમાણે હેતુનું કથન થયેલ હોય તે પણ પ્રતિભાશક્તિ અને ઊહશક્તિ દ્વારા જ તકરૂપ હોવાથી જેમ પટની અનિત્યતા અનુભૂત છે, તેમ કૃતકરૂપ હોવાથી શબ્દ પણ અનિત્ય થાઓ. આ પ્રમાણે તેને અર્થ કરવામાં આવે તે તે હેતુ પણ વ્યધિકરણ હેત્વાભાસ તરીકે સિદ્ધ નહિ થાય. એટલે જે રીતે હેતુ ઉપસ્થિત કરાયેલ હોય તે રીતે જ તેની ગમકતા છે કે નહિ તે વિષે વિચાર કરવો જોઈએ. અને જેથી કરી પટ કતક છે, તેથી કરી અન્ય પદાર્થ પણ અનિત્યરૂપે હોવો જોઈએ એવી વ્યાપ્તિ તે છે. નહિ, માટે આ હેતુ વ્યભિચારને કારણે જ અગમક છે એમ સમજવું, એ જ રીતે કાકની શ્યામતા” ઈત્યાદિ હતુઓ પણ અગમક છે એમ સમજવું.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy