SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન, વાને કદી વિચાર પણ ન થાય એ શું એાછું ખેદકારક છે? વાંચનને માટે ઘણુંજ શ્રેષ્ઠ પુસ્તક, અભ્યાસના સર્વોત્તમ આશ્ચર્યકારક સાધન વાળું મને હર સ્થળ, આનંદથી ભરપુર સંગ્રહસ્થાન. આ સઘળું હોવા છતાં તેને જોવાને પણ આકર્ષણ ન થાય એ શું સખેદાશ્ચર્ય નથી ? જે મનુષ્યએ ઘણું લાંબી મુસાફરી કરી હોય તેવા માણસ પાસે આપણે ઘણી વખતે જઈએ છીએ, અને દૂરદેશની આશ્ચર્યકારક વાતે સાંભળીએ છીએ, તે છતાં આપણે પોતાના સ્વરૂપથી તદ્દન અજાણ્યા રહેવામાં સંતેષમાનીએ છીએ એ શું વિચિત્ર અને નવાઈ જેવું નથી? જ્ઞાનજ્ઞાનના સર્વ માર્ગ તરફ જઈને દુનીઆ,સમુદ્ર અને આ કાશના સઘળાભાગના આશ્ચર્યજવાય અને નવી શોધ કરાય તે છતાં હદયમાં રહેલી એક નાની દુનીયા હજુ તદન શોધ્યા વગરની અને જોયા વગરની રહી જાય એ કેવી મૂખઈ છે? બીજા દેખાવે અને વિષયે આપણે શેડે છેડે આંતરે અભ્યાસ કરી શકીએ, તેને ઘણું મહેનતથી અને લાંબી મુસાફરીથી પહોંચી શકાય પણ હદય સમુદ્રને પુલ તે તરત ઓળંગી શકાય તેટલે નજીક છે, આપણે ફરી આંખ બંધ કરવી અને બહારની દુનિઆના વિચારો કાઢી નાંખવા કે જેથી કરીને અંતરની આશ્ચર્યકારક દુનીઆના દેખાવે અને કુદરતી સિદર્યમાં ગમે તે ક્ષણે ભટકવાનું બની શકશે. બીજા પદાર્થો તપાસવાને નાના અને મોટા હથીઆની જરૂર પડશે. જ્યોતિષ શાસ્ત્રી રસાયણ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર વિગેરેને ઉચા અને કીંમતી હથીરેની જરૂર પડશે. પરંતુ વિચાર કરવાની શકિત કે જે કોઈ પણ યાંત્રીક વિદ્યા કરતાં ઘણી નવાઈ જેવી છે, જે કળા હમેશા સુધરેલી છે તે સર્વ કે ઈનામાં હોઈ શકે છે. ગરીબ અને અભણ તેમજ ઘણું કેળવાએલા અને પૈસાદાર સર્વ કેઈને આત્માનું અંતરનું સ્વર્ગ શેધી કાઢવાને અને તેને વિચાર, લાગણ તથા નિશ્ચયને બહાર લાવવાને એક સરખું શસ્ત્ર મળેલું છે. અને તે છતાં આ જાતનું જ્ઞાન મેળવવાને દરેક સગવડ હોવા છતાં એ પ્રશ્ન થઈ શકશે કે તે જ્ઞાન એવું છે કે જે તદ્દન સામાન્ય રીતે ભૂલી જવામાં આવ્યું છે? અને વળી જેઓ એ ઈતિહાસ, વિજ્ઞાન શાસ્ત્ર અને સાહિત્યમાં ઘણું શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન મેળવેલું છે, તેવા જથાબંધ મહાન વિદ્વાને એ પિતાના આત્માનું જ્ઞાન અંશ માત્ર પણ મેળવ્યું નથી?
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy