SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના જૈન શાસ્ત્રના પ્રારભરૂપ “આચાર’ નું પ્રસ્થાપન કરનાર એ સિદ્ધાંત જે “આચારાંગ સૂત્ર” તરીકે ઓળખાય છે તેનું ઓગણીસ અને ઓગણસિત્તેરની (૧૯૬૯) સાલમાં પ્રગટપણું કર્યું છે ત્યારબાદ સાધકવર્ગને પિતાના વ્યાવહારિક જીવનમાં ઉપયોગી થાય એવું “ઉપાસક દશાંગ સૂત્ર” નામનું એક અંગ સરળ વિવેચન અને સુગમ ભાષાંતર સન ૧૯૭૧ માં પ્રગટ કર્યું. ધર્મ જિજ્ઞાપુએને જગતમાં કહેવાતા ધર્મોનો ખ્યાલ આવે એ આશયથી તથા લેક વ્યવહારમાં જેને સામાન્ય કે વિશેષ ધર્મનો પણ ખ્યાલ નહિ હોવાથી, આત્માનો ધર્મ શુ છે? તેમ જ યમધર્મની કેવી વિશિષ્ટતા છે? વળી સંયમધર્મ આચરવાથી જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપ આત્મા સ્વરા વેદનરૂપે પ્રગટ થાય છે. તેવુ અલૌકિક વાસ્તવિક જ્ઞાન જનતાને આપનારૂં અંગ જેને સૂયગડાંગ સૂત્ર તરીકે અને ખુદ ભગવાન મહાવીરની વાણ તરીકે ગણવામાં આવે છે તે સૂત્રમાં વીતરાગી આત્મધર્મની વિગતવાર છણાવટ કરીને તે અગને જનતા સમક્ષ મૂકીએ છીએ. આ સૂત્રમાં ત્રણ ત્રેસઠ જે એકાંત મતે જગતમાં પ્રવર્તી રહ્યા છે તેમનું ખંડન કરીને વાસ્તવિક રીતે આત્મશાંતિ પામવા માટે ગ્ય અને ઉપલબ્ધ માર્ગ શું હોઈ શકે? તેનું વિવરણ કરવામાં આવ્યું છે આ સૂત્રમાં દ્રવ્યાનુગ, ચરણકરણનુ ગ, ગણિતાનુગ અને ધર્મકથાનુગનું વર્ણન યથાગ્ય પ્રરૂપિત થયેલ છે. સાધુઓને આચાર કેવો હોઈ શકે અને તે આચાર પ્રમાણે જીવન વ્યતીત કરતાં સાધકે પણ સમાધિને પામી શકે છે તે પ્રકારનું પ્રસ્તુત લેખન આ અનુવાદમાં કરવામાં આવેલ છે પાંચસે ને ત્રેસઠ જે જીવના ભેદ છે તેના વિવિધ ક્ષેત્રે તેનું જ્ઞાન, તેમ જ સમાધિના માર્ગે ઉપસ્થિત થયેલ છની વિતરાગ દશા, સાધુનું સયમીપણું, શ્રાવકના આચાર, વિચાર તેમજ છ એ દ્રવ્યનું વર્ણન યથાયોગ્યપણે આ સૂત્રમાં વર્ણવવામાં આવ્યું છે આચારાંગ સૂત્ર” પ્રગટ થયા પછી લોકોની માગણી વધવાથી “ઉપાસક-દશાંગ સૂત્ર ગૃહસ્થના વ્યવહારને સુધારી શકશે એવા આશયથી તે સુત્ર પ્રગટ કરવામાં આવ્યું આ સૂત્ર પ્રગટ થયા પછી લોક-લાગણને અનુરૂપ સત્ય અને અવિચળ એવું ધર્મનું જ્ઞાન શું હોઈ શકે કે જે જ્ઞાન આત્માને અનુપમ શાંતિ અને સમાધિ આપી શકે તે હેતુ બર લાવવા માટે આ સૂયગડાંગ સૂત્રને તેની મૂળ ગાથાઓ અને અનુવાદ સાથે અમે જનતા સમક્ષ ઉપસ્થિત કરીએ છીએ. આ આગમના અનુવાદમાં આપણું શ્રાવક પડિત શ્રી મઘા લાલ માણેકચંદ શાહ સુરેન્દ્રનગર વાળા (શ્રી મઘાલાલ માસ્તરે) ઘણે સારે સહકાર આપીને જ્ઞાનને ઉત્કર્ષ કર્યો છે. તે બદલ તેમને આભાર વ્યક્ત કરીએ છીએ શ્રી હીરાભાઈ તુરખીયાએ પ્રફ સંશોધનમાં તથા અન્ય રીતે આ ગ્રંથને અત્યંત સુંદર બનાવવા મહેનત કરી છે તેથી તેમને પણ આભાર માનીએ છીએ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy