SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम्- वणे मूढे जहा जंतू, मूढे णेयाणुगामिए । दो वि एए अकोविया, तिव्वं सोयं नियच्छइ ॥१८॥ અર્થ : દષ્ટાંતદ્વારા અજ્ઞાનવાદનું નિરાકરણ કરતા શાસ્ત્રકાર કહે છે – જેમ વનમાં મૂઢ (અજ્ઞાની) પ્રાણી, દિશામૂઢ મનુષ્યની પાછળ પાછળ ચાલે તે બન્ને માર્ગના અજાણ હોવાથી તીવ્ર દુખને પ્રાપ્ત થાય છે मूलम्- अंधो अंध पोणतो, दूरमद्धाणुगच्छइ । आवज्जे उप्पहं जंतू, अदुवा पंथाणुगामिए ॥१९॥ અર્થ ઃ આંધળો માણસ બીજા આંધળા માણસને માર્ગ બતાવવા લઈ જાય તે દરના માર્ગમાં જ લઈ જાય છે. અથવા ઉલટે માર્ગે ચાલ્યો જાય છે અથવા તે ઉન્માર્ગ પકડી લે છે પરંતુ સાચા માર્ગે ચાલી શકતો નથી. मूलम्- ख्वमेगे णियागट्ठी धम्ममाराहगा वयं । अदुवा अहम्ममावज्जे, ण ते सव्वज्जुयं वए ॥२०॥ અર્થ : એ જ પ્રમાણે કોઈ એક મોક્ષના અભિલાષી બનીને એવું કહે છે કે અમે ધર્મના આરાધક છીએ પરંતુ ખરી રીતે તેઓ અધર્મના જ આરાધક હોય છે. તેઓ સરળ સયમ માર્ગને (મોક્ષમાર્ગને) અંગીકાર કરી શકતાં નથી. સયમની આરાધના વિના મોક્ષ કયાંથી હોય? मूलम्- एव मेगे वियकाहि, नो अन्नं पुज्जुवासिया । अप्पणो य वियक्काहि, अयमंजु हि दुम्मई ॥२१॥ અર્થ : એ જ પ્રમાણે કોઈ એક વિપરીત બુદ્ધિવાળા લોકે ખોટા તર્ક કાઢીને બીજા જ્ઞાનવાદીઓની ઉપાસના કરતા જ નથી પિતે પોતાના અવળા વિચારોથી એમ માને છે કે અમારે આ અજ્ઞાનવાદ જ શ્રેષ્ઠ છે. मूलम्- एवं तक्काइं साहिता, धम्माधम्मे अकोविया । दुक्खं ते नाइतुटुंति, सउणी पंजरं जहा ॥२२॥ અર્થ : એ જ પ્રકારે તકેથી પિતાના મતનું સમર્થન કરતાં એ અજ્ઞાનવાદીઓ ધર્મને કે અધર્મને જાણતા નથી જેમ શકુની પક્ષી પાંજરાને તેડી શકતું નથી. એ જ પ્રકારે અજ્ઞાનવાદીઓ દુઃખને અંત કરી શકતા નથી मूलम्- सयं सयं पसंसंता, गरहंता परं वयं । जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया ॥२३॥ અર્થ: પોતે પિતાના મતની પ્રસંશા કરતાં થકા અને બીજાના વચનોની નિંદા કરતા જેઓ આ વિષયમાં પંડિતાઈ બતાવે છે તેઓ સંસારમાં ઘણા જ મજબૂત બધાયેલાં છે. (સંસારમાં જ ધમણ કરે છે.)
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy