SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સુત્ર ૧૭૬ કરે, તેમને તિરસ્કાર કરે, વળી પિતે મનમાં ધન-જાતિ આદિને મદ કરીને બીજાની હીલના, નિંદા, ધૃણું, ભર્સના. અને તિરસ્કાર કરીને પુલાય કે હું જગતમાં કે સમાજમાં શ્રેષ્ઠ છું, આ પુરૂષ નિંદા નામનાં સ્થાનકને જગતમાં પ્રાપ્ત થાય છે અને મદને લીધે મહાકર્મ બંધ થવાથી આયુષ્ય પૂર્ણ થતાં એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં એક જન્મથી બીજા જન્મમાં, મૃત્યુથી મૃત્યુ અને નર્ક ઉપર નર્ક એમ ઝપાટાબંધ દુઃખ ભોગવત ગતિભ્રમણ કરે છે આવા રૌદ્ર, અહંકારી અને માનનીય પુરૂષે નિશ્ચયથી મહાન કર્મનું બંધન કરે છે. આ ફિયાસ્થાનકને માન પ્રત્યયિક ક્રિયા કહે છે. मूलम्- अहावरे दसमे किरियाट्ठाणे मित्तदोसवत्तिएत्ति आहिज्जइ, से जहा णामए केइ पुरिसे माइहि वा, पियाहि वा, भाइहि वा, भइणी हिं वा, भज्जाहि वा, धूयाहिं वा, पुत्तेहि वा, सुएहाहि वा, सद्धि संवसमाणे तेसि अन्नयरंसि, अहालहुगंसि, अवराहंसी, सयमेव गरुयं दंडं निवत्तेत्ति तं जहा सीओदगवियउंसि वा कायं अच्छोलित्ता भवत्ति, उसिणोदग वियडेण वा, कायं ओसिंचित्ता भवति, अगणिकाएणं कायं उवउहित्ता - भवति, जोत्तेण वा, वेत्तेण वा, णेत्तेण वा, तयाइ वा, कण्णेण वा, छियाए वा, लयाए वा, (अन्नयरेण-वा, व दवरएण वा,) पासाई उद्दालित्ता भवति ! दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलूण वा, कवालेण वा, कायं आउट्टता, भवति तहप्पगारे पुरिसजाए, संवसमाणे, दुम्मणा भवति, पवसमाणे सुमणा भवति । तहप्पगारे पुरिसजाए, दंडपासी, दंडगुरुए, दंडपुरक्कडे, अहिए इमंसि, लोगंसि अहिए परंसि लोगंसि संजलणे कोहणे पिट्ठिमंसि यावि भवति एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ दसमे किरियाट्ठाणे मित्तदोसवत्तिएत्ति आहिए ॥११॥ અર્થ : દશમાં ક્રિયાસ્થાનકને “મિત્રદેષ ફિયાસ્થાનક કહે છે. કેઈ પુરૂષ પિતાનાં કુટુંબની સાથે રહેતાં કેઈ વ્યકિતને થોડે પણ અપરાધ થતે જાણે કેધિત થઈ ઘણો દંડ આપે તેને મિત્રદોષ પ્રત્યયિક ક્રિયાનું પાપ લાગે છે. કેઈ જીવ થેડા અપરાધવાળાને ઠંડા પાણીમાં ઝબળે છે, અગર ગરમ કરેલ પાણી અગર તેલથી તેના શરીરને નુકસાન પહોંચાડે છે, કઈ જીવ અપરાધીને સળગાવી મૂકે છે, વળી કોઈ જીવ જોતરાથી, નેતરથી, ચાબૂકથી નાડાથી અગર રસ્સીથી માર મારે છે વળી તેની ચામડી પણ ઉતારી નાખે છે તેમજ લાકડી આદિનાં પ્રહારથી તેના શરીરનાં અવયવને ભાંગી નાખે છે આથી આવા ક્રૂર અને ઘાતકી મનુષ્યની સાથે રહેનાર તેનાં કુટુંબીજને દુઃખી દુઃખી થાય છે. આવી વ્યકિત જે પરદેશ જાય તો તેનાં સ્વજને ઘણાં સુખી થાય છે આવા અલ્પ અપરાધીને ભારે દંડ દેવાવાળા કેધી મનુષ્ય આ લેક અને પરલોકમાં નિંદાને પાત્ર બને છે આવા પુરૂષને ઘણી પાપકારી ક્રિયા લાગે છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy