SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર मूलम्- आयं ण कुज्जा इह जीवियट्ठी, असज्जमाणो य परिव्वएज्जा। णीसम्मभासी य विणीय गिद्ध, हिंसन्नियं वा ण कहं करेज्जा ॥१०॥ અર્થ : સાધુ પુરૂષે આ લેકમાં લાંબા સમય સુધી જીવન જીવવાની ઈચ્છાથી દ્રવ્ય ઉપાર્જન ન કરવું. સ્ત્રી–પૂત્ર વિગેરેમાં આસકત બન્યા વિના સંયમમાં જોડાવું. શબ્દાદિ વિષયમાં નહિ બનતાં પૂર્વાપર વિચાર કરીને કથન કરવું; પણ હિંસા સબધી તે ભાષણ કરવું જ નહિ. मूलम्- आहाकडं वा ण णिकामएज्जा, णिकामयंते य ण संथवेज्जा । धुणे उरालं अणुवेहमाणे, चिच्चा ण सोयं अणवेक्खमाणो ॥११॥ અર્થ : મુનિએ આધામી આહારની ઈચ્છા ન કરવી તેમ જ આધા કમની ઈચ્છા કરનારની સાથે સંબંધ પણ ન રાખો કર્મની નિર્જરા માટે જ ઔદારિક શરીરને બાહ્ય તેમ જ "અત્યંતર તપથી મુનિ કુશ કરે. શરીર આદિની દરકાર કર્યા વિના સુખને ત્યાગ કરીને ” સંયમનું યથાર્થ અનુષ્ઠાન કરે. मूलम्- एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति पासं । एसप्प मोक्खो अमुसे वरे वि, अकोहणे सच्चरए तवस्सी ॥१२॥ . અર્થ: સાધકે હંમેશાં એકત્વપણની ભાવના કરવી જોઈએ. હુ એકલે આ છુ અને એક જ જઈશ એવી ભાવના ભાવવાથી જ સાધુ નિઃસંગતાને પ્રાપ્ત કરી શકે છે. એ વાતને સત્યપણથી સમજે. એકત્વની ભાવના જ ઉત્કૃષ્ટ મોક્ષ છે એ જ ભાવના ભાવ-સમાધિ રૂપ છે. અને એ જ પ્રધાનપણનો વિચાર છે જે મુનિ ફેધ-રહિત તપસ્વી છે એ જે બધાથી ઉત્તમ કહેવાય છે मूलम्- इत्थीसु या आरय मेहुणाओ, परिग्गहं चेव अकुव्वमाणे । उच्चावएसु विसएसु ताई, निस्संसयं भिक्खू समाहिपत्ते ॥१३॥ અર્થ : જે પુરૂષ સ્ત્રીઓની સાથેનાં મૈથુનથી વિરકત હોય છે, પરિગ્રહ કરતો નથી, જે જી મજ્ઞ અને અમનોજ્ઞ વિષમાં રાગ-દ્વેષવાળા હોતા નથી તે જ એની રક્ષા કરી શકે આવા જ સાધક-ભિક્ષુકે નિઃશંક રીતે પરમ શાંતિ અને પરમ સમાધિને પ્રાપ્ત કરવાવાળા બને છે मूलम्- अरई रइं य अभिभूय भिक्खू , तणाइफासं तह सीयफासं । उण्हं य दंसं चाहियासएज्जा, सुब्भि व दुन्भि व तितिक्खएज्जा ॥१४॥ અર્થ : પરમાર્થને જાણવાવાળા ભિક્ષુકે સંયમમાં અરતિ, અપ્રિતી તથા અસંયમમાં રતિ પ્રિતી ને ત્યાગ કરે તૃણ વિગેરેનાં સ્પર્શને તથા શીત, ઉષ્ણ અને દંશમશક વિગેરેનાં સ્પર્શને સહન કરવાં તેમજ સુગંધી અને દુર્ગ ધિ પદાર્થોને સહન કરી લેવા (એક સરખા માનવા).
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy