SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્રઠની રેણુકા સ્ત્રીની કુખથી ધન્ય નામે પુત્ર થયો. અને વીરમતીનો જીવ દેવલોકથી ચવીને તેજ ધન્યની ધુંસરી નામે ભાર્યા થઈ. ધન્ય જંગલમાં લેશે ચારતે હતે. કારણ કે ભરવાડ લેકોનું એ પ્રથમ કુળકાર્ય છે. એક વખતે પ્રવાસીઓને મહાન વિરી સમાન વષાકાલ આવ્ય, વરસાદ વરસતાં છતા ધન્ય ભેંસે ચારવાને ગાયે.શિરપર જળને વારનાર એક મેટા છત્રને ધારણ કરી ભેસેની પાછળ અરણ્યમા પર્યટન કરતાં ધન્ય, પ્રતિમાધારી, એક પગે ઉભા રહેલા, નિશ્ચલ મનવાળા, શીત પરીષહથી જેનું શરીર કપમાન છે, તથા તપથી અત્યંત કૃશ એવા એક સાધુને જોયા. તેવા આકરા પરીષહને સહન કરતા તે સુનિને જોઈને જેને અનુકંપા ઉત્પન્ન થઈ છે એવા ધન્ય પિતે તેમના મસ્તક ઉપર પોતાનું છત્ર ધારણ કર્યું. એટલે ધન્ય છત્ર ધારણ કરવાથી તે મુનિ કારહિત થયા. હવે દારૂડિયે જેમ મદ્યપાનથી ન અટકે, તેમ વરસાદ વરસતે બંધ ન પડ્યો, તથાપિ છત્ર ધારણ કરતાં અન્યને કંટાળો ન થયે. કેટલાક વખત પછી વરસાદ બંધ પડ્યો, એટલે વરસાદ સુધી ધ્યાનને અભિગ્રહ કરનાર મુનિ પણ ધ્યાનથી નિવૃત્ત થયા. પછી તરત ધન્ય મુનિને નમન કરી પગ દબાવવા પૂર્વક અંજલિ જોડીને કહ્યું કે હે મહારાજ! આ કાલ વિષમ છે. કાદવથી પૃથ્વી દુઃખદાયક થઈ પડી છે. આવા સમયમાં તમે કયાથી આવ્યા. મુનિએ ધન્યને કહ્યું કે– હું પાડુદેશથી અહીં આવ્યો છું. અને ગુરૂના ચરણથી પાવન થયેલ એવી લંકા નગરી તરફ જવાને છું. પણ જતા જતા આ વર્ષીકાલે મને અંતરાય કર્યો. કારણ કે વરસાદ વરસતાં સાધુઓને જવું થિગ્ય નથી. તેથી વૃદ્ધિને અભિગ્રહ લઈને હું અહીં જ રહ્યો. હવે આજ સાતમે દિવસે વૃષ્ટિ બંધ પડતાં અભિગ્રહ સપૂર્ણ થવાથી અત્યારે હું ક્યાં વસતિમા જઈશ.” ધન્ય બેલ્યો – હે પ્રભુ! મારા મહિષ(પાડા) ઉપરબેસે. કારણકે કાદવથી જમીન બહુ વસમી છે. મુનિ બોલ્યા- હે ગોવાળ! સાધુઓ છો ઉપર બેસતા નથી, જે કામથી પરને પીડા થાય, તેવું કામ કદી પણ કરતા નથી, સાધુએ સદા પગે ચાલનારાજ હોય છે.” એમ કહેતા મુનિ તેની સાથે નગર સમીપ ગયા, એટલે મુનિને વદન કરીને ધન્ય બ જેટ વખત હું બેસે દોહ ત્યા સુધી તમારે અહીં રહેવું, એમ કહી પિતાના ઘરે જઈ,ભે સેને તરત દેહી અને દુધને એક ઘડે ભરીને તે મુનિ પાસે આવ્યા. પછી પિતાના આત્માને ધન્ય માનતા એવા ધન્ય તે સુનિને પાર કરાવ્યું.બાદ સાધુએ પતનપુરમા એક રાત્રિ ગાળી ત્યાથી ઈર્યાશુદ્ધિથી ઉચિત મા જતા તે ઈષ્ટ સ્થાને ચાલ્યા ગયા. સાધના સંસર્ગથી ધન્ય પિતાની સ્ત્રી સહિત સ્થિર સમ્યકત્વને ધારણ કરતા ઘણે કાલ શ્રાવક ધર્મનું પાલન કર્યું, અને અવસરે દીક્ષા લઈ, સાત વરસ તે આરાધીને અને સમાધિથી મરણ પામ્યા, સાધુ દાનથી ઉપાર્જન કરેલ પુણ્યથી તે બંને હેમવત ક્ષેત્રમાં ચુગલીયા થયા, અને ત્યાથી મરણ પામી શીર હિંદીર નામે દેવ, દેવરૂપે દપતી થયા. '
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy