SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - વસુદેવકુમારનું વૃત્તાત. નિરતર કંસના માનીતા લોકોના ઘરે જઈને કહેવા લાગી— તેને મે કાંસાની પેટીમાં નાખીને નદીમાં વહેતે કર્યો તે ઉગ્રસેન રાજાને ખબર પણ ન હતી, તે સર્વરીતે નિરપરાધી છે એ તે મારેજ અપરાધ હતો, માટે આ મારા પતિને સુત કરી. તેની ભલામણથી કસને સમજાવતાં પણ તેણે પિતાને મુક્ત ન કર્યો પૂર્વભવનું નિદાન શું અન્યથા થાય? હવે સમુદ્રવિજય, જરાસ ધથી સત્કાર પામી પોતાના બંધુઓ સહિત તે પિતાના નગરમા ગયો એવામા વસુદેવને શૈર્યપુરમા ભમતે જોઈને જાણે માત્રથી આકૃણ થઈ હોય તેમ રૂપ, સૌભાગ્યથી મોહિત થઈને સ્ત્રીઓ તેની પાછળ પાછળ ફરવા લાગી. એ પ્રમાણે ક્રીડાથી આમતેમ ભમતાં વસુદેવે કેટલેક કાલ વ્યતીત કર્યો એક દિવસે મહાજને આવીને રાજાને એકાતમાં કહ્યું- હે સ્વામિન! વસુદેવના રૂપથી સ્ત્રીઓએ પિતાની મર્યાદા મૂકી દીધી છે જે એકવાર પણ વસુદેવને જીએ છે, તે તેને વશ થઈ જાય છે. તો જે સ્ત્રીઓ તેને વારવાર ફરતે જુએ છે, તેઓનું તે કહેવું જ શુ? ”મહાજનનું આ વચન સાભળી રાજાએ કહ્યું કે-હે મહાજને! તમારી ધારણા પ્રમાણે હું કરીશ.' એમ કહી તેમને વિસર્જન કર્યા પછી પરિવારને રાજાએ કહ્યું કે–આ વાત વસુદેવને કેઈએ કહેવી નહિ. 'હવે એક દિવસે નમસ્કાર કરવા આવેલ વસુદેવને પિતાના ખોળામાં બેસારીને સમુદ્રવિજયે કહ્યું કે“હે ભ્રાત 1 રમતમાં રખડતા તું કૃશ થઈ ગયા છે, માટે હવે તમારે બહાર નીકળવું નહિ. મારા ઘરે જ રહેજે, અને ત્યાં નવી નવી કળાઓ શીખ અને પ્રથમની શીખેલી છે, તેને યાદ કર કલાર્વત પુરૂષની ગણીથી તને આનંદ થશે.” વિનીતા વસુદેવે તે કબુલ કર્યું અને ત્યા ગીત, નૃત્યાદિના વિદથી દિવસ ગાળવા લાગ્યું. એક દિવસે ત્યા આવતી ગંધવાહિની કુજીને તેણે પૂછયું કે- આ ગંધ કોને માટે છે?” તે બોલી કે-“હે કુમાર ! આ ગંધ શિવાદેવીએ સમુદ્રવિજયને માટે મોકલેલ છે. ત્યારે તે મને પણ એ કામ આવશે” એમ બોલતા વસુદેવે જરા મશ્કરી કરીને તે ગંધદ્રવ્ય છીનવી લીધું. તેથી તેણે રોષમાં આવીને તેને આ પ્રમાણે કહ્યું-તારામાં આવા કુલક્ષણ છે, તેથી જ તું આ બધામા પડશે છે.તે – એ શી રીતે ?” એટલે દાસીએ જ ભયભીત થઈને નગરવાસીઓને વૃત્તાંત મૂલથી કહી સંભળા, કારણકે છાની વાત સ્ત્રીઓના હદયમા. વધારે વખત રહી શકતી નથી. તે સર્વ વ્યતિકર સાભળતા વસુદેવ વિચારવા લાગ્યો- સ્ત્રીઓની પિતાના તરફ રૂચિ વધારવાને આ માટે વસુદેવ ભ્રાતા નગરમા ભમે છે” એમ રાજા મારે માટે વિચાર ધરાવે છે, તે મારે હવે અહીં રહેવાનું શું કામ છે?” એમ ચિંતવી, પેલી દાસીને વિસર્જન કરી, સંધ્યા વખતે ગુટિકાથી વેશ બદલાવીને તેનગરની બહાર નીકળી ગયે. બહાર જઈને શમશાનની
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy