SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી નેમિનાથ ચરિત્ર. સૈન્ય આવેલ જાણીને સિહરથ પણ સિહની જેમ સિંહપુરથી બહાર નીકળે, અને બને સેનાઓનું મોટું યુદ્ધ થયું એવામા સિ હરિયે વસુદેવની સેનાને ક્ષણવારમા પરાસ્ત કરી દીધી. એટલે કસને સારથિ બનાવીને વસુદેવ પોતે સ ગ્રામ કરવાને તૈયાર થયે, અને વિજયને ઈચ્છતા તે બને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એવામાં કરા સારથિપણાને તજીને મારા એક સુગરથી સિ હરથને રથ તરત ભાગી નાખે, ત્યારે કસને હણવાને કોધથી જાજવલ્યમાન સિંહર તરવાર ખેચી કહાડી. એટલે વસુદેવે ભુરમ (ભાલા) વતી તેને મુષ્ટિ પ્રદેશમા ભાણી નાખી. પછી છલ અને બળથી ઉત્કટ થયેલ કેસે, બકરાને જેમ વરૂ ઉપાડે તેમ સિંહરથને ઉપાડી બાધી લઈને વસુદેવના રથમા નાખ્યું. હવે સિહરથનું સૈન્ય ભગાણુ પામતાં વિજયી વસુદેવ સિંહ રથને લઈને કસસહિત પિતાના નગરમા આવ્યો. પછી સમુદ્રવિજયે વસુદેવને એકાતમાં કહ્યું કે-“કોકિ નામના જ્ઞાનીએ મને આ હિતવચન કહ્યું છે–“આ છવયશા જે જરાસ ધની કન્યા છે, તે સારા લક્ષણ રહિત છે, માટે પતિ અને પિતાના કુળનો ક્ષય કરનારી થશે. અને વળી જરાસંધ સિહરથને લાવવામાં તને ઈનામ તરીકે તે કન્યા આપશે, માટે તેને તજવાને કેઈ ઉપાય શોધી કહાડજે.”તે સાભળીને વસુદેવ બોલ્યા–“રણમા સિંહરથને કસ બાધી લાવ્યું છે, માટે જીવયશા તેને અપાવવી. એટલે રાજા કહેવા લા-તે વણિકપુત્ર છે, માટે તેને મેળવવાને તે ઈચ્છતું નથી. પરંતુ પરાક્રમ જેતા તે તે ક્ષત્રિય જેવું લાગે છે ? પછી ગદ આપીને કંસના સાભળતા તેણે રસવણિકને પૂછયું, એટલે આદિથી માડીને તેણે તેને વૃતાંત બધા કહી બતાવ્યા. અને ઉગ્રસેન તથા ધારિણીના નામની બે વીટી અને પત્રિકા તેણે રાજાને સોપી. તે પત્રિકા વાચતા બધો વ્યતિકર રાજના જાણવામાં આવી ગયે. ત્યારપછી “આ ઉગ્રસેનને પુત્ર મહા ભુજાવાળો યાદવ છે, નહિ તે આવું બળ કચાથી હોય? ” એમ બધાની આગળ કહી, કંસની સાથે જઈ સવિજયે જરાસંધને સિંહરથ સો, અને કસને પરાક્રમ કહી સંભળાવ્યું. એટલે સંતુષ્ટ થઈને જરાસંધે પોતાની જીવયશા કન્યા અને પિતાના રાષથી તેણે માગેલ મથુરા તેને આપી. પછી જરાસંધ પાસેથી લશ્કર મેળવી, મથુરામા આવી, અત્યંત ક્રૂર અને દુષ્ટ એવા કસે પોતાના પિતાને બાધીને પાજરામાં નાખી દીધા. ઉગ્રસેનના અતિમુક્ત વિગેરે પુત્રો થયા, પરંતુ તે વખતે અતિમુક્ત પિતાના દુઃખથી વૈરાગ્ય પામીને દીક્ષા લઈ લીધી. પછી કસે તે રસવણિક સુભદ્રને શૈર્યપુરથી બોલાવી કૃતજ્ઞમાની તેણે સુવણદિકનું દાન આપીને તેને સત્કાર કર્યો. એક દિવસે ધારિણી રાણુએ પિતાના પતિને સુક્ત કરવા કંસને કહ્યું, પરંતુ તેના વચનથી પણ કોઈ રીતે કંસે પિતાને છૂટે ન કર્યો. એટલે તે ધારિણી
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy