SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમનાથ ચરિત્રસંબધી નથી, બધા માત્ર સ્વાર્થના સંબંધી છે, તેમ છતા આ યશોમતી ઉપર મને અધિક મમત્વ શાથી? તે મને કહી સંભળાવે, કેવલી બોલ્યા કે એ ધનભવમા તારી ધનવતી સ્ત્રી હતી, પછી સંધિ પરસ્પર પ્રીતિવાળા બને દેવતા હતા. બાદ ચિત્રગતિના ભવમા એ રત્નાવતી તારી પ્રિયા હતી, પછી મહેંદ્ર દેવકે બને મિત્ર દેવતા થયા. ત્યાંથી અપરાજિતના ભવમાં એ પ્રીતિસતી તારી સ્ત્રી હતી, ત્યાથી આરણ દેવલોકે બંને મિત્ર દેવતા થયા. પછી આ સાતમે ભવે એ તારી યશોમતી પત્ની થઈ છે. તે કારણથી પૂર્વભવના રાગને લીધે તારે એની ઉપર અધિક નેહ છે. હવે અહીંથી અપરાજિત નામના અનુનર વિમાનમા જઈ ત્યાથી ચવીને આ ભરત ક્ષેત્રમાં તુ નેમિનાથ નામે બાવીશમો તીર્થકર થઈશ અને આ રામતી, તુ એને ન પરફયા છતાં અનુરાગ ધારણ કરી તારી પાસે દીક્ષા લઈ પરમપદને પામશે. ” એ પ્રમાણે સાભળી શંખરાજાએ વૈરાગ્ય ભાવથી પુંડરીક નામે પિતાના પુત્રને રાજ્ય આપી, તે કેવલીની પાસે અને બાધવ, મંત્રી અને ચશમતી સહિત દીક્ષા લીધી, અને અનુ મે તે ગીતાર્થ થયે. પછી અરિહંતની ભક્તિ વિગેરે વિશ સ્થાનકના આરાધનથી તેણે તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું, અને પ્રાતે પાદપગમ અનશન કરી પ્રતાપી શંખ મુનિ અપરાજિત વિમાનમાં ગયા અને વિધિવશાત યશોમતી વિગેરે પણ તેની પાછળ તેજ વિમાને ગયા. એ રીતે શ્રી ગુણવિજય ગણિ વિરચિત શ્રીમદરિષ્ઠ નેમિના ચરિત્રમાં શ્રી નેમિનાથના પૂર્વભવ વર્ણનરૂપ પ્રથમ પરિચ્છેદ સમાસ થયે.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy