SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નન ન + અ અ - - - - - - - - - અપરાજિત અને પ્રીતિમતીની કથા. તાની પુત્રી વિમલબેને પરણાવી અને તે પણ તે સ્ત્રી સાથે જ સારસુખ લેગવવા લાગ્યો. એક દિવસે હરિનદી રાજાને દૂત આવ્યે, તેને જોઈને કુમાર હર્ષ પામે, અને પોતાના માત-તાતનું સ્નેહપૂર્વક કુશલ પૂછતાં, તે દૂત આખમા આસુ લાવીને બોલ્યા–“હે કુમાર! શરીરને હજી ધારણ કરે છે, એટલું જ માત્ર તેમને કુશલ છે. તારા વિયોગથી તે ઘણા દુખી છે. તારું નવું નવું ચરિત્ર સાભળતાં માત્ર તેઓ પ્રમોદ પામે છે. તારા વિરહથી મૂછ તેમને છેડે મૂકતી નથી. મને અત્યારે તને બેલાવવા મોકલેલ છે માટે તે સ્વામિ ! હવે માબાપને ખેદમા નાખવા તને ચોગ્ય નથી. આ પ્રમાણે સાભળતા કુમાર ગદગદિત થઈને બો –“માબાપને દુઃખ દેનાર એવા મારા જેવા પુત્રનેધિકાર છે. પછી જિતશત્રુ રાજાની અનુજ્ઞા લઈને અપરાજિત પિતાના નગારભાણું ચાલ્યા. તે વખતે પોતાની બે પુત્રીઓ સહિત ભુવનભાનું વિદ્યાધર ત્યાં આવ્યું, અને પૂર્વે કમાર જેમને વરણ હતું, તે બીજા રાજાઓ પણ પોતપોતાની પુત્રીઓને લઈને ત્યા આવ્યા. વળી અભય આપનાર કુમારની સાથે સૂરકાંત પણ ત્યાં આવ્યો. એ પ્રમાણે પ્રીતિમતી વિગેરે પત્નીઓ સહિત તથા ભૂચર અને ખેચર રાજાઓથી પરિવરેલો અપરાજિતકુમાર, મોટા સૈન્યથી આકાશને આચ્છાદન કરતે થેડા દિવસમા સિંહપુર નગરમાં આવી પહાપે, ત્યાં વિનયથી ભૂપીઠ પર આળોટતા એવા કુમારની પાસે આવી હરિન દીરાજ તેને પોતાના ખોળામાં બેસારી તેના મસ્તકપર વાર વાર ચુંબન કરવા લાગ્યા નેહથી જેની આખમા આંસુ આવી ગયા છે, એવી માતાએ પણ પ્રણામ કરતા કુમારની પીઠ થાપી, અને શિરપર શુ બન કર્યું. પછી પ્રીતિમતી વિગેરે સ્ત્રીઓ પોતાના સાસુ સસરાને પગે લાગી, અને વિમલબાપે દરેક વધની નામ લઈને ઓળખાણ આપી પછી કુમારે બધા ભૂચર અને ખેચને માન આપીને વિદાય કર્યા, અને પોતે માબાપના નેત્રને આન દ પમાડતો ત્યા સુખપૂર્વક રહેવા લાગ્યું. હવે મને ગતિ અને ચપલગતિ અને માહે દેવલોકથી ચવીને અપરાજિતના સર અને સેમ નામે લઘુ બધુ થયા. એકદા હરિનદી રાજાએ અપરાજિતને રાજ્યપર સ્થાપીને પોતે દીક્ષા અંગીકાર કરી, અને તપ તપીને પરમપદ મેળવ્યું. હવે અપરાજિત રાજાને પ્રીતિમતી પટરાણ, વિમલબોધ મત્રી તથા બે બધુ માંડલિક રાજા થયા, ત્યા અપરાજિત રાજા પોતાની પુત્રીની જેમ પ્રજાને પાળવા લાગ્યા. સસાર સુખ ભોગવતા, તે અપરાજિતરાજાએ લાખો ગમે જિનચેત્ય અને યાત્રાઓ પુરૂષાર્થોથી અવંચિત રહી તેણે બહુ કાલ વ્યતીત કર્યો. એક દિવસે રાજા ઉદાનમાં ગયે, ત્યાં પોતાના મિત્રોથી પરિવારે પોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતે, યાચકજનેને દાન આપતે, ખદીજથી ગવાતે એ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy