SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્ર, તે આટલાજ છે એમા તે મારી પુત્રીને લાયક વર દેખાતા નથી. અથવા તે કોઈ હીનવર થશે, તે એની શી ગતિ?” તે વખતે ભાવને જાણનાર પ્રધાન કહેવા લાગ્યો-“હે રાજન ! ખેદ ન કરે. જગતમા બલવંત કરતાં પણ બલવત હોય છે. કારણ કે “વહુનના વસુધર' એટલે આ વસુધા ઘણા રત્નોને ધારણ કરે છે. માટે હવે એવી છેષણ કરાવે કે –“રાજપુત્ર અથવા બીજે કઈ જે આ મારી પુત્રીને જીતે, તે એને વર થાય.” આ સાભળી “બહુ સારી સલાહ આપી” એમ કહીને રાજાએ તે પ્રમાણે છેષણ કરાવી તે ઘેાષણ સાંભળીને અને પરાજિત વિચારવા લાગે સ્ત્રી સાથે વિવાદ કરતા પુરૂષને વિજય થાય, તેપણુ કાઈમોટા મલતી નથી ફરી આ પ્રમાણે તે ચિતવવા લાગ્યા–ઉત્કર્ષ થાય કે ન થાય, પણ એને મારે જીતવી તે ખરી.” એમ ધારીને કુમાર તરત પ્રીતિમતી આગળ આવ્યું તે વખતે જો કે તેણે સાદે વેષ પહેર્યો હતે, છતાં પૂર્વ જન્મના નેહાનુભાવથી પ્રીતિમતીની તેના પર પ્રીતિ થઈ પછી પ્રીતિમતીએ પૂર્વપક્ષ કર્યો એટલે તે જ વખતે તેને તુરત નિરૂત્તર બનાવીને અપરાજિતે જીતી લીધી તેથી તેણીએ કુમારના કઠમા હર્ષપૂર્વક વરમાલા નાખી તે જોઈને ભૂચર અને ખેચરને ક્રોધ ચડયે “અમો હાજર છતા આ એક કાપેટિક શુ પરણુવાને હતે?” એમ બોલતા ને બડબડતા બધા રાજાઓએ ઘોડા અને હાથીઓના સ્વાસ સાથે શસ્ત્રસજજ થઈને લડાઈ શરૂ કરી એટલે કુમાર પણ છલગ મારી કોઈક ગજ સવારને હણીને તેના હાથી પર બેસી હાથીના કવચમાં રહેલા તેના શસ્ત્રોથી યુદ્ધ કરવા લાગ્યા ક્ષણવાર પછી એક રથ હાકનારને મારી તે રથમાં બેસીને પ્રહાર કરવા લાગે. ક્ષણવારમા જમીનપર અને ક્ષણવારમા પાછો હાથી પર બેસીને સ ગ્રામ કરવા લાગે એવી રીતે પોતે એક છતા જાણે અનેક હોય તેમ વીજળીની જેમ રાયમાન થઈ તેણે શત્રુસૈન્યને ભાગી નાખ્યું આ વખતે તે રાજાઓ ચિતવવા લાગ્યા–પ્રથમ તે સ્ત્રીએ આપણને શાસ્ત્રવાદમાં જીતી લીધા અને અત્યારે એણે એકલાએજ શસ્ત્રથી જીતી લીધા ” એમ લજજા પામતા તે ફરી પણ યુદ્ધ કરવાને તૈયાર થયા. એટલે કુમાર સોમપ્રભ રાજાના હાથી ઉપર ચડ્યો, એવામા તે રાજાએ કેટલાક લક્ષણ અને તિલકેથી તેને ઓળખી લીધે, અને અત્યંત સ્નેહપૂર્વક ભેટી પડ્યો. “હે અપરિમિત બલવાળા! તુ મારે ભાણેજ છે, બરાબર મારા જાણવામા આવ્યુ છે ”એમ માટે સાદે બોલતાં તે બધા રાજાઓને કહેવા લાગે એટલે તે બધા યુદ્ધ કરતા બ ધ થયા પછી તેજ બધા સ્વજને થઈને વિવાહમહ૫મા બેઠા, અને શુભ દિવસે જિતશત્રુ રાજાએ અપરાજિત અને પ્રીતિમતીને વિવાહ કર્યો, તે વખતે કુમારે પિતાનું અસલ રૂપે પ્રગટ કર્યું પછી જિતશત્રુ રાજાએ બધા રાજાઓને સત્કાર કરીને તેમને વિસર્જન કર્યા અને અપરાજિત પ્રીતિમતીની સાથે લેગવિલાસ કરતે ત્યા રહો તે વખતે રાજાના મંત્રીએ પો
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy