SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ બી નેમનાથપ્રભુના વિહારનું વર્ણન ત્યાં રથમને નામે નગર થયું. પછી વિષ્ણુએ પાને કેશરહિત કર્યા. અને પિતે સેન્ચ લઈને દ્વારકામાં ગયા. હવે પાંડવોએ પિતાના નગરમાં જઈને તે વાત કુંતીને કહી. તેણીએ દ્વાર કામાં આવીને વાસુદેવને કહ્યું–‘તે મારા પુત્રે કહાડી મૂક્યા તે હવે તે કયાં રહે? કારણકે આ ભરતાર્ધમાં એવી ભૂમિ નથી કે જે તારી ન હોય. કુષ્ણુ પૂર્વે ક્રોધાયમાન હતો, છતા તેના ઉપાધથી તે બોલ્યા- દક્ષિણ સમુદ્રના તટપર પાંડું મથુરા નામે નવી નગરી વસાવીને તમારા પુત્રે ત્યાં રહે.” એમ સાંભળીને કુંતીએ જઈને કૃષ્ણની આજ્ઞા પિતાના પુત્રોને સંભળાવી. એટલે તેઓ સમુદ્રની ભરતીથી પવિત્ર એવા પાંડુ દેશમા ગયા. કૃષ્ણ હસ્તિનાપુરમાં પિતાની બહેન સુભદ્વાના પાત્ર, અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજ્યપર બેસાર્યો. હવે શ્રી નેમિનાથ પૃથ્વીપીઠને પાવન કરતા અનુક્રમે ભલિપુરમાં આવ્યા ત્યા સુલસા અને નાગના છ પુત્રો હતા. જે દેવકીના ઉદરથી જન્મેલા અને પૂર્વે હરિ ગમેલી દે આપ્યા હતા. તેઓ દરેક બત્રીશ કન્યા પરણ્યા હતા, પણ શ્રી નેમિ, નાથથી બાધ પામીને તે બધાએ દીક્ષા લીધી. બધા ચરમશરીરી, દ્વાદશાગીને ધરનારા, મહાત૨ તપતા એવા તે ભગવંતની સાથે વિચારતા હતા એવામાં શ્રીનેમિજિન વિહાર કરતા દ્વારકાનગરીમાં આવ્યા, અને સહસાચવણના ઉલાનમા સાસર્યા. દેવકીના તે છ પુત્રો છઠ્ઠ તપના પારણે ત્રણભાગે બે બે સુનિ થઈને દ્વારકામાં પેઠા. તેઓમાથી અનિદ્મશ અને અનંતસેન બને દેવકીના ઘરે ગયા. તેમને કૃષ્ણ સદશ જોઈને બહુ પ્રમોદ પામી સિહકેસરી મોદક હરાવ્યા. ત્યાંથી તે ગયા. ત્યાર પછી બીજા અજિતસેન અને નિહથશત્રુ બે ભ્રાતા ગયા. તેમને પણ તેણીએ પડિલાળ્યાત્યારપછી બીજા દેવયશ અને શરુસેન આવ્યા તેમને નમી અંજલિ જોડીને દેવકીએ પૂછયું–શુ દિશાના મોહ (બ્રાંતિ) થી તમે વારંવાર અહીં આવ્યા? અથવા તે તમે તે નથી, આ મને મનિમેહ થયે? અથવા તે સ પદાથી સ્વર્ગgય એવી આ નગરીમાં ત્રાષિઓને ઉચિત ભક્ત– પાનાદિ નથી મળતાં?” ત્યારે તે બને બોલ્યા- અમને દિશામાહ નથી, આ નગરીમાં ઉચિત અન્નપાનાદિકની અપ્રાપ્તિ પણ નથી અને લોકો પણ ભાવ વિનાના નથી, પરંતુ અમે છ ભાઈ ભદિલપુરના વાસી ફુલસા અને નાના પુત્રો છીએ, શ્રી નેમિ પ્રભુ પાસે ધર્મ સાંભલીને અમે છ એ દીક્ષા લીધી, અને ત્રણ જોડલા થઈને અનુક્રમે અમે તમારા ઘરે આવ્યા.' તે સાભળીને દેવકીને વિચાર થયો કે–આ છએ કૃષ્ણ સમાન કેમ લાગે છે? એમ તે તલ પણ તલ જેવા થતા નથી પૂર્વે અતિમુક્તક મુનિએ જીવતા આઠપુત્રવાળી મને કહી છે. તે કારણથી આ મારા પુત્રો તે નહિ હોય ?” એમ ધારીને બીજે દિવસે સંશય પૂછવાને દેવકી સમવસરણમાં શ્રી નેમિનાથ પાસે ગઈ. ભગવંતે અગાઉથી જ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy