SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિવાસુદેવ જરાસંધને વધ. લક્ષ ૨થી પરવારેલા તથા કૈરાને વધ કરવાને ઉદ્યત (તૈયાર થયેલા) તે પાંડેની પાછળ રહ્યા, અને તેમની પાછળ ચ દ્રયશા, સિંહલ, અર્થ, કાબાજ, કેરલ અને દ્રવિડ–એ છ રાજાઓ સાઠ હજાર રથ સહિત હતા, અને તેમની પાછળ ધીર જનમાં પર્વત સમાન એ શાબન મહારાજ હતું. તેના પાર્વભા ગમા ભાનુ, ભામર, ભીરક, અસિત, સંજ્ય, ભાનુક, વૃષણ, કપિલ, ગૌતમ, શત્રુ જ્ય, મહાસેન, ગંભીર, બૃહદ્વજ, વસુવર્મા, કૃતવર્મા, ઉદય, પ્રસેનજિત્, દઢવર્મા, વિકાંત અને ચંદ્રવર્માએ હતા એ પ્રમાણે કુણે ગરૂડધૂહની રચના કરી. હવે ભ્રાતાના સ્નેહથી લડવાને ઈરછતા શ્રીનેમિને જાણને સૈધર્મેન્દ્ર પિતાના માતલિ નામના સારથિની સાથે જ્યશીલ શસ્ત્રોથી ભરેલ પોતાને રથ સિક, એટલે જાણે સુર્યોદયને વિસ્તારતો હોય એવા, રત્નોથી દેદીપ્યમાન અને અત્યંત તેજસ્વી તે રથને માતલિ લઈ આવ્યું, અને શ્રી અરિષ્ટનેમિ તેનાપર બિરાજમાન થયા પછી સમુદ્રવિજય રાજાએ પોતે કૃષ્ણના જ્યેષ્ઠ પુત્ર અનાવૃષ્ટિને પટ્ટબંધ પૂર્વક સેનાપતિના પદે સ્થાપે, એટલે સમસ્ત હરિ સિન્ચમાં જય જયારવ થયે, અને જરાસ ઘના સૈન્યમા તે ચારે બાજુ સખ્ત #ભ થયે હવે બને બૂહના સુભટેએ જાણે અંજલિબદ્ધ હોય તેમ પકત્તિમાંથી અલગ થયા વિના પ્રસરતા તેમણે ઉદ્ધત એવા મહાયુદ્ધને પ્રારંભ કર્યો. સુગાતે ઉછરી રહેલા પૂર્વ–પશ્ચિમ સમુદ્રના કહેલાની જેમ બને બૃહનો સંગમ થતા વિચિત્ર શસ્ત્રો ઉછળવા લાગ્યા. બને સેનાપતિના તે બને બૃહ પરસ્પર પ્રહેલિકાની જેમ નિરંતર દુધ થઈ પડ્યા, લાંબા વખત યુદ્ધ કરીને જરાસ ધના સૈનિકોએ સ્વામીભક્તિમા અતિદઢ છતા કૃષ્ણના અગ્રસેનિકોને ભાગી નાખ્યા, એટલે ગરૂડબૂહને જાણે આત્મા હાય તેમ વિષણુ પિતે પતાકા અને હાથને ઉચે કરતા તે સૈનિકને સ્થિર કર્યા તે વખતે બૃહની પાખની જેમ બને પડખે રહેલા મહાનેમિ અને અર્જુન તથા ચંચની જેમ બૃહની આગળ રહેલ અનાવૃષ્ટિ-એ ત્રણે કપાયમાન થયા ત્યારે મહા તેજસ્વી મહાનેમિએ સિંહનાદના નામે શ ન ધ. અનાધૃષ્ટિએ બલાહક નામે શંખ અને અને દેવદત્ત નામે શખ ધપે, એટલે તેના નાદમાં યાદવેએ કેટિગમે રણવાદ્ય વગાડ્યા. અને શંબરાજની જેમ શાખાએ શ ખનાદનું અનુકરણ કર્યું. તે ત્રણ શંખના નાદથી અને રણવાદ્યના નાદથી પરસેર્ચામાં રહેલા સુભટે મહા સમુદ્રમાં રહેલા પાઠીન (માવિશેષ), મગર, માછલા તથા કાચના વિગેરે જેમ ાભ પામે તેમ ક્ષોભ પામ્યા. વિકમમા તત્પર એને બાને વરસતા એવા મહા નેમિ, અનાવૃષ્ટિ અને અર્જુન – એ ત્રણે સેનાપતિઓએ કપાત કાળના સમુદ્રની જેમ શક્યુસેનાને ઘેરી લીધી. તેમના ભુજબળને નહિ સહન કરનારા શત્રુઓ અત્યંત ભય પામ્યા, અને તે ચક્રવ્યુહને ત્રણે સ્થાનોમા તે ત્રએ ભાગી નાખ્યો. જેમ મન્મત્ત વનરાજે ગિરિનદીના તટને શતખંડ કરી નાખે,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy