SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાંગકુમારને જન્મ ૧૫કે. કેશવે કહ્યું – સત્યભામાને પ્રાન સમાન પુત્ર આપ, હરિણામેલી બે – જે સ્ત્રીમાં તારે પુત્રની ઈચ્છા હોય, તેને આ હાર પહેરાવીને ભગવજે, તેથી વાંછિત પુત્ર થશે.” એમ કહી તે હાર આપીને દેવ અદશ્ય થશે. ત્યારે કૃષ્ણ પણ હર્ષિત થઈને સમાગમને માટે સત્યભામાને વચન આપ્યું. એવામાં પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે બધું પ્રદ્યુમ્નને કહ્યું અને પ્રદાને પોતાની માતાને વિનતિપૂર્વક કહ્યું કે –“હે માત! મારા સમાન પુત્રની વાંછા હોય તે તે હાર .” રુકિમણી બેલી—“હે વત્સ! તું એક પુત્ર વડેજ હું કૃતાર્થ છું. કારણકે આ રત્ન વારંવાર કદી પ્રસુતિ કરતી નથી.” ત્યારે પ્રદ્યુમ્ન બે –“હે માત! સપનીમાં તને કઈ વઠ્ઠભ છે કે જેને હું પુત્ર આપું.” એટલે રુકિમણું બેલી - હે પુત્ર! તારા વિયેગમાં જેવી હું દુઃખી હતી, તેવી પૂર્વે બવતી દુખિત હતી. તેને ભલે તારા સમાન પુત્ર થાય” પછી પ્રદ્યુમ્નની અનુજ્ઞાથી રુકિમણુએ જાંબવતીને બોલાવી. પ્રદ્યુમ્ન વિવાથી તેને સત્યભામા સદશ બનાવી અને રૂકિમણીએ એ વાત સમજાવીને સધ્યા વખતે તેને કૃષ્ણના ઘરે એકલી. ત્યાં હાર આપીને કૃષ્ણ તેને સનેહથી ભેગવી. તેજ વખતે મહાશુક્ર દેવકથી કેટલ ચવીને સિહ સ્વમના સૂચનપૂર્વક જાંબવતીની કુખે અવતર્યો. પછી જાંબવતી બહુજ હર્ષ પામીને, પોતાના ઘરે ગઈ. હવે સમાગમની ઈચ્છાથી સત્યભામા કૃષ્ણના ઘરે આવી. તેને જોતાં કૃષ્ણને વિચાર થયે કે- અહા ! સ્ત્રીઓની ભેગાસક્તિ કેટલી? હજી અત્યારે જ આ ગઈ અને તરતજ વળી પાછી આવી. અથવા તે પૂર્વે સત્યભામાના રૂપથી મને કેઈએ છેતર્યો? તે પણ આ વલખી ન થાય.' એમ ધારીને હરિએ તેને સમાગમ કર્યો. એવામાં સત્યભામાને તે રતિ સમય જાણીને મને વિશ્વને વિભ કરનારી એવી વિષ્ણુની લેરી વગાડ. ત્યારે “આ ભેરી કોણે વગાડી? એમ કુલિત થઈને કુણે પૂછયું. એટલે પરિવારે કહ્યું-પ્રદ્યુમને વગાહિ?” તે વખતે હરિ જરા હસીને મનમાં વિચારવા લાગ્યા કે નિશ્ચય, એણે જ આજ સત્યભામાને છેતરી છે. કારણ કે સપત્નીને પુત્ર દશ સપત્ની સમાન થાય છે. કંઈક ભયરહિત સંભોગ કરવાથી સત્યભામાને બીકણ, પુત્ર થશે. ખરેખર ભવિતવ્યતા કઈ રીતે ટળતી નથી.” પછી પ્રભાતે રૂકિમણુના ભવન પર જતા જનારને તે દિવ્ય હારથી વિભૂષિત જાંબવતીને જોઈ, અને નિર્નિમેષ નયને જોતાં કમને જાંબવતીએ કહ્યું કે-“હે સ્વામિન ! મને કેમ આમ જોઈ રહ્યા છે? તેજ હું તમારી પત્ની છુ 'વિશુ બોલ્યા- “અરે! આ દિવ્ય હાર તારે કયાથી?’ તે બોલી તમારા પ્રસાદથી, શુ પોતે કરેલ પણ જાણતા નથી?.' પછી તેણીએ સિંહનું સ્વપ્ન કહી સંભળાવ્યું. ત્યારે કેશવે કહ્યું કે હે દેવી!, તને પ્રધાન સમાન પુત્ર થશે.” એમ કહીને તે ચાલ્યા ગયા.' હવે સ પૂર્ણ મહિના થતાં શુભ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy