SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ ચરિત્રસતષથી દાન આપતી મારા ઘરે રહે.” ત્યારે તે જ પ્રમાણે તે ધર્માસક્ત થઈને દાન આપવા લાગી હવે એક વખતે તેના ઘરે ગપાલિકા વિગેરે સાધ્વીઓ આવી, તેમને તેણીએ શુદ્ધ અન્ન-પાનાદિથી પહિલાલી, અને તેમની પાસે ધર્મ સાંભળી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી, તથા ચતુર્થ, પણ, અહમાદિ તપ કરતી તે ગપાલિકા સાથે વિચારવા લાગી. કોઈવાર સુભૂમિભાગ ઉદ્યાનમાં રવિમંડલને જોતા તેણે સાધ્વીઓને કહ્યું હું અહી આતાપના લઉં. ત્યારે તેમણે કહ્યું કે હે વર્લ્સ! સાધ્વીઓને પોતાની વસતિ બહાર આતાપના ન કપે, એમ આગમમાં કહ્યું છે. છતાં જાણે સાભર્યું ન હોય તેમ તેણે સુમિભાગ ઉદ્યાનમા આવી, સૂર્યમાં દષ્ટિ સ્થાપીને આતાપના આરંભી. એવામાં એક વખતે એક કામુકે (ામીએ) પોતાના ખોળામાં બેસારેલી, બીજાએ જેણીને છત્ર ધરેલ છે, ત્રીજે જેને વસ્ત્રના છેડાવતી પવન નાખી રહ્યો છે, જે જેના કેશપાશ બાધી રહ્યો છે, અને પાચમો જેના ચરણને પોતાના ખોળામાં કરી રહ્યો છે એવી દેવદત્તા વેસ્થાને તે સુકુમારિકાએ જોઈ. ત્યારે ભેગની ઈચછા જેની સંપૂર્ણ થઈ નથી એવી તેણે એવું વિચારું કર્યું કે–આ તપના પ્રભાવથી આની જેમ હું પાચ પતિવાળી થાઉ, ત્યાર પછી તે પોતાના ગૌચમા બહ તત્પર થઈ. એટલે આર્યાએ વાર્યા છતા પગલે પગલે સામે બેલતી તેણે મનમા ચિતવ્યું કે–પૂર્વે હુ ગૃહસ્થ હતી, ત્યારે આ આર્યાએ મને બહુમાન આપતી અને અત્યારે પોતાને વશ થયેલ ભિક્ષાચારી એવી મને એઓ વાર વાર ગમે તેમ તર્જના કરે છે, માટે એમની મારે શી જરૂર છે?” એમ ધારીને તે અલગ સ્થાને રહી, એકલી અને સ્વેચ્છાચારિણું બનીને તેણે ચિરકાલ દીક્ષા પાળી. પ્રાતે આઠ મહિનાની સલેખના કરી, પાપને આલોચા વિના મરણ પામીને સધર્મ દેવલેકે નવ પાપમના આઉખે દેવી થઈ. ત્યાથી ચવીને આ દ્રપદી થઈ છે. પૂર્વભવના નિયાણાથી એના આ પાચ પતિ થયા. એમા આશ્ચર્ય શું છે?” એમ મુનિના બેલતા ગગનમા “સારૂં સારૂ એવી વાણી થઈ, એટલે કૃષ્ણાદિક પણ “આ પાંચ પતિ થયા તે ડીકજ થયું” એમ બાલ્યા પછી પાડવો સ્વયંવરમાં આવેલા તેજ સંબધી રાજાઓની સમક્ષ મહોત્સવપૂર્વક પદીને પરણ્યા. ત્યાથી પાડુરાજા જાણે વિવાહને માટે બોલાવ્યા હોય તેમ દશા, રામ-કૃષ્ણ, તથા બીજા રાજાઓએ બહુમાનથી પિતાના નગરમાં લઈ ગયા. ત્યા લાઓ વખત તેમનો આદર-સત્કાર કરી દશાહ, રામ-કૃષ્ણ, તથા બીજા રાજાએ રજા માગતાં તેમને સંતોષીને પાડુરાજાએ વિસર્જન કર્યા. પછી પાડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપને પરલેકે ગયે, તેની પાછળ મઢી પણ પોતાના બે પુત્ર કુંતીને સેંપીને પરલેકે ગઈ. હવે પાંડુરાજા મરણ પામતા મત્સરી, દેશલબ્ધ તથા દુષ્ટ અભિપ્રાયવાળા એવા ધૃતરાષ્ટ્રના પુત્રએ તે પાડાને માન ન આપ્યુ, દુર્યોધને પાંડવેના
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy