SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સર શ્રી તેમનાધ ચરિત્ર પશુ મેટી ઋદ્ધિ આપી. તે વખતે રાષ્ટ્રવન રાજાએ પશુ સુસીમાને પરિવાર તથા હરિના વિવાહને ચેાગ્ય હાથી, ઘેાડા વિગેરે સાકલ્યા. પછી મરૂદેશમાં વીતભય નગરમાં મેરૂ નામે રાજાની ગારી નામે કન્યાને કૃષ્ણ પરણ્યા અને તેને સુસીમાના ઘર પાસેના મકાનમાં રાખી. હવે અરિષ્ટપુર નગરમા રામ સહિત હરિ, હિરણ્યનાભ રાજાની પદ્માવતી પુત્રીના સ્વચવર–સડપમા ગયા. ત્યાં શહિણીના ભાઈ હિરણ્યનાભ રાજાએ તે અને વીરને પોતાના ભાણેજ સમજીને હુ પૂર્વ ક વિધિથી તેમના સત્કાર કર્યાં. હિરણ્યનાભ રાજાના રૈવત નામે જ્યેષ્ઠ ભ્રાતાએ પિતાની સાથે નમિનાથના તીર્થં મા દીક્ષા લીધી, તેની રેવતી, રામા, સીતા અને મધુમતી એવા નામની ચારે પુત્રીએ પૂર્વે શહિણી પુત્ર રામને આપેલ હતી, તેથી બધા રાજાઓના દેખતાં હિરએ પદ્માવતીનું હરણ કર્યું, અને સ્વયંવરમાં આવેલ તથા યુદ્ધ કરતા બધા રાજાઓને તે જીતી ગયા, પછી પોત પોતાની પત્ની સહિત રામકૃષ્ણ દ્વારકામાં આવ્યા, ગાવિદ ગારીના ઘરની પાસેના મહે. લમા પદ્માવતીને રાખી ----- હવે ગાંધાર નામના દેશમાં આવેલી પુકલાવતી નગરીમા નગ્નજીત રાજાના પુત્ર ચારૂદત્ત નામે રાજા હતા. તેની મનને માહ પમાડે તેવા રૂપને ધરનારી ગાંધારી નામે મ્હેન હતી. પિતા મરણ પામતાં ચારૂદત્તને તેના ભાયાતાએ જીતી લીધા. ત્યારે કૂત મારફતે તેણે કૃષ્ણ પાસે શત્રુ માગ્યું. એટલે હરિએ તરતજ ગાંધારમાં જઈને તેના ભાયાતાને સ ંગ્રામમાં મારી નાખ્યા, અને ચાઈત્ત આપેલ‘ગાધારીને તે પરણ્યા. તેને પદ્માવતીના ઘરની પાસેના મકાનમા રાખી, એ પ્રમાણે ક્રમે કરીને ઘરે આવેલી કૃષ્ણુની આઠ પટરાણીઓ થઇ એક દિવસે રૂક્મિણીના ઘરે અતિમુત્ત ઋષિ આવ્યા. તેને જોઈને સત્યભામા પણ તરત ત્યા આાવી. રૂક્મિણીએ નમન કરીને તે મુનિને પૂછ્યું કે— હે ભગવાન્ ! મને પુત્ર થશે કે નહિ ? ત્યારે તને કૃષ્ણ સમાન પુત્ર થશે' એમ કહીને મુનિ ચાલ્યા ગયા. હવે સત્યભામા તે મુનિ વચનને પાતાને લાગુ પડેલ માનતી, રૂક્મિણીને કહેવા લાગી'મને કૃષ્ણ સમાન પુત્ર થશે' રૂક્મિણી એટલી છલ કરવાથી ઋષિનું વચન લેતુ નથી.' એ પ્રમાણે વાદ કરતી તે સત્યભામા અને રૂક્મિણી અને કૃષ્ણ પાસે ગઈ, તે વખતે ત્યાં આવેલ પેાતાના ભાઈ દુર્વાધનને સત્યભામા એ કહ્યું— મારા પુત્ર તારા જમાઇ થશે.' વળી રૂક્મિણીએ પણ તેને તેજ રીતે કહ્યું ત્યારે દુર્ગંધન મળ્યે—તમારા આ નૈસા એકજે પુત્રને જન્મ આપશે, તેને હું મારી પુત્રી આપીશ.’ એટલે સત્યભામા એટલી કે— જેણીના પુત્ર પ્રથમ પરણશે, તેના વિવાહમા ખીજીએ પાતાના ક્રેશ આપવા. આ માબતમાં સાક્ષી અને જામીન ખલદેવ, વિષ્ણુ અને દુર્યોધન ’ એમ કહીને તે અને પાત પાતાના ઘરે ગઈ,
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy