SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી નેમિનાથ ચરિત્ર– મટા માચડા પર બેઠેલ કસ ઉપર પિતાની દ્રષ્ટિને ગાઢ રીતે સ્થાપી દીધી. ત્યારે કસના દુર્ભાવને જાણનાર વસુદેવે પિતાના બધા ચેક બ ધુઓને અને અજુરાદિક પિતાના બધા પુત્રને બોલાવ્યા એટલે કશે સન્માન આપીને તેમને ઉચામાં ઉંચા માચડા પર બેસાર્યા, તે વખતે તે બધા તેજથી સુર્યના જેવા શોભતા હતા એવામા મલ્લયુદ્ધને ઉત્સવ સાભળતા કુણે રામને કા–“હે ભ્રાત! આપણે ત્યા જઈએ અને મલ્લયુદ્ધનુ કુતૂહલ જોઈએ, એટલે રામે તે કબુલ રાખીને યશોદાને કહ્યું કે અમારે મથુરાનગરીએ જવાનું છે, માટે જ્ઞાનની સગ વડ કરી, ત્યારે તેને કઈક આલસુ જોઈને કૃષ્ણને બધુવને પ્રસંગ બતાવવાને રામે આક્ષેપથીકહ્યું – “હે યશોદા! પૂર્વને દાસીભાવ શું તુ ભૂલી ગઈ છે કે અમારો હુકમ તું અત્યારે તરત બજાવતી નથી, આ વચનથી ઝાખા સુખવાળા કૃષણને લઈને વશ થયેલ બલભદ્ર સ્નાનને માટે તેને યમુનામાં લઈ ગયે, અને બોલ્યો કે –“હે વત્સ! આજે શોકાતુર કેમ દેખાય છે? ત્યારે ગોવિંદ બલ. ભદ્રને ગદગદ સ્વરે કહ્યું કે-“ભ્રાત! મારી માતાને દાસીના આક્ષેપથી કેમ માલાવી?” એટલે રામે કેમળ વચનથી કૃષ્ણને કહ્યું-“હે ભ્રાત! યશોદા તારી માતા નથી અને નઇ તારે પિતા નથી દેવકરાજાની પુત્રી દેવકી તારી માતા છે, અને જગતમાં એક વીર શિરોમણિ અને સુંદરરૂપને ધરનાર એવો વસુદેવ તારે પિતા છે. તે દેવકી તને જોવાની ઈચ્છાથી પૂજનના બાને રસ્તનના દૂધથી ભૂતલને જેણે સિંચન કરેલ છે અને જેના લેચન આસુઓથી પૂર્ણ છે એવી તે મહિને મહિને અહીં આવે છેઆપણે પિતા વસુદેવ કેસના આગ્રહથી મથુરામાં રહ્યો છે, કારણકે તે દાક્ષિણયને ભડાર છે. હું તારા માટે ઓરમાન ભાઈ છું, તારી ઉપર સટ આવવાની શકા રાખીને પિતાએ તારી સભાલ રાખવાને માટે મને અહીં મોકલેલછે,” એ પ્રમાણે રામનું વચન સાંભળીને કેશવ એલ–પિતાએ મને અહીં શા માટે મોકલે છે?” ત્યારે રામેકસના કરેલ બધા ભ્રાતૃવધાદિક કહી સંભળાવ્યા તે સાંભળીને કે પાયમાન થયેલ અને ક્રોધથી ભુજંગ સમાન ભચકર મુખવાળા કૃણે કંસને મારવાની પ્રતિજ્ઞા લીધી પછી તેણે યમુના નદીમાં સ્નાન કરવાને પ્રવેશ કર્યો. ત્યારે કંસના પ્રિય મિત્રને જાણ જેવાને ઇચ્છતા હોય અને નદીના જળમાં મગ્ન થયેલ, સાક્ષાત જાણે કાલ હેાય એ કાલિયનાગ કૃષ્ણની સામે દેડ. તેની ફણામાં રહેલ મણિના ઉદ્યોતથી” આ શું!” એમ રામ બોલતા હતા, તેવામાં કૃષ્ણ તરતજ ઉડીને કમળની જેમ તેને પકડી લીધો. પછી કમલના નાલથી બળદની જેમ તેને નાકમાં ના (નથ નાંખી) અને ઉપર ચડીને લાંબા વખત તેને જળમા ચલાવ્યો પછી નીજીવની જેમ અત્યંત ખેદ પામેલ એવા તે ભુજંગને છેડી દઈને હરિ નદીની હાર નીકળે, એટલે સ્નાન કરવા આવેલા બ્રાહ્મણએ આવીને ઊતકથી તેને ઘેરી લીધું ત્યારબાદ શેવાળેથી
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy