SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વતી પ્રિયા સહિત ચિત્રગતિએ યાત્રા કરી. પછી ચિત્રગતિ રાજા થા. અવસરે પુરંદર નામના પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી બને ભાઈઓ અને રત્નવતી સહિત ચિત્રગતિએ દીક્ષા ગ્રહણ કરી. છેવટ તે ચારે બાહેંદ્ર દેવલેકમાં ગયા. પાંચમો તથા છઠ્ઠો ભવ–પશ્ચિમ મહાવિદેહમાં પ નામની વિજયને વિષે સિંહપુર નામનું નગર છે. તેમાં હરિનદી નામે રાજા હતા, તેને પ્રિયદર્શના નામની રાણી હતી તેની કુણિમાં ચિત્રગતિને છ વર્ષથી ચવીને ઉતર્યો. સમય પૂર્ણ થયે પુત્રજન્મ થયે, તેનું અપરાજિત નામ પાડ્યું તેને પ્રધાનના પુત્ર વિમળબેધની સાથે મૈત્રી થઇ. એકદા તે બન્ને દડાને માટે નગર બહાર ગયા ત્યાં વિપરીત શિક્ષાવાળા અયો તે બન્નેને મોટા અરણ્યમાં હરી ગયા. તેટલામાં “રક્ષણ કરે, રક્ષણ કરે.” એમ બેલતે એક પુરૂષ તેમની પાસે આવ્યા. કુમારે તેને શરણ આપી શાંતિનુ વચન કહ્યું, તેવામાં રાજાના આરક્ષકો ત્યાં આવ્યા, તેમને કુમારે તે પુરૂષ સેવે નહિ, તેથી તેઓએ કુમારની સાથે યુદ્ધ કર્યું કુમારે તેઓને પરાજય કર્યો, તે જાણી ત્યારે કેસલ રાજા પોતે યુદ્ધ કરવા આવ્યે. ત્યાં પિતાના મિત્ર હરિનદીને જ આ પુત્ર છે એમ જાણું સન્માનપૂર્વક તે બન્નેને તે રાજા પિતાને ઘેર લઈ ગયે ત્યાં તે કેસલરાજની કનકમાલા નામની કન્યાને પરણી મિત્રની સાથે રાત્રિને સમયે ગુપ્ત રીતે નીકળી ગયે. એકદા રાત્રિએ કાલિકાદેવીના મંદિરની પાસે કુમારે કોઈ સ્ત્રીનું રૂદના સાંભ, તે વખતે કુમાર વિમળબોધ સહિત ત્યાં ગયે, તે ઠેકાણે ઉઘાડા ખર્કવાળા એક વિદ્યાધરને તથા એક કુમારીને જોયા. કુમારે વિધાધર સાથે યુદ્ધ કરી તેને તીકણુ પ્રહારવડે મૂર્ણિત કર્યો. પછી તેનાજ કહેલા મણિ અને મૂળીયાવડે કુમારે તેને સજજ કર્યો. વિદ્યારે પિતાને વૃત્તાંત કહી કુમારને મણિ તથા મૂલિકા અર્પણ ક્યાં, તેમજ વિમળાબેધને વેષનું પરાવર્તન કરનારી ગુટિકા આપી. તેવામાં ત્યાં તે રત્નમાળા નામની કુમારીના માબાપ આવ્યા. તેમણે અપરાજિત કુમાર સાથે રત્નમાળાને વિવાહ કર્યો, પછી શ્વસુરની રજા લઈ અપરાજિત મિત્ર સહિત આગળ ચાલ્યા માર્ગે ચાલતાં એક અરણ્યમાં આવ્યા ત્યાં કુમાર તૃષાતુર થી વિમળબોધ જળ લેવા ગયે, જળ લઈને આવ્યો ત્યારે તેણે કમારને તે સ્થળે જ નહીં, તેથી તે આમતેમ તેની શોધ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy