SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કુલિમાં ધનને જીવ ઉતર્યો. તે ચિત્રગતિ નામે પુત્ર છે. તથા શિવમંદિર નગરના રવામી અનંગસિંહ રાજાને શશિપ્રા નામની રાણી હતી. તેની કક્ષિમાં ધનવતીને જીવ પુત્રીપણે અવતર્યો. તેનુ રત્નાવતી નામ પાડ્યું. એકદા અનંગસિંહે નૈમિત્તિકને પૂછયું કે–“આ નવતીને ભર્તા કોણ થશે ?” નિમિત્તિઆએ જવાબ આપે–જ તમારૂં ખરતન ખુંચવી લેશે, તથા સિદાયતનમાં જેના ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પડશે તે રત્નાવતીને પતિ થશે.” આ અવસરે ચકપુર નગરના સુગ્રીવ નામના રાજાને યશસ્વતી અને ભદ્રા નામની બે રાણીઓ હતી. તે બન્નેને અનુક્રમે સુમિત્ર અને પદ્મ નામના પુત્રો હતા. એકદા ઓરમાન માતા ભદ્રાએ સુમિત્રને વિષ આપ્યું અને પછી ભય પામવાથી તે નાશી ગઈ. તેવામાં આકાશ માર્ગથી ચિત્રગતિ કુમાર ત્યાં આવ્યું. તેણે સુમિત્રનું વિપ ઉતાર્યું. પછી તે બન્નેને પરસ્પર દઢ મૈત્રી થઈ એકદા બન્ને મિત્રો કેવળી પાસે ગયા. ત્યાં ધમ સાંભળી ચિત્રગતિએ શ્રાવક ધર્મ અગીકાર કર્યો. પછી તે પિતાના ઘેર ગયે એકદા અનંગસિંહના પુત્ર અને રનવતીના ભાઈ કમળ સુમિત્રની બહેન નનું હરણ કર્યું. તે જાણી મિત્રની બહેનને પાછી લાવવા માટે ચિત્રગતિ કુમાર શિવમંદિર નગરમાં ગયે. ત્યાં તેણે કમળને મારી નાખ્યો. પછી તેને અનંગસિંહ સાથે યુદ્ધ થયું. તેમાં તેણે તેનું ખર્ક મુચવી લીધું અને સુમિત્રને તેની બહેન પાછી લાવી આપી. પછી સુમિને દીક્ષા ગ્રહણ કરી. એકદા તે સુમિત્ર મુનિ દાયેત્સગે રહ્યા હતા, તે વખતે તેના ઓરમાન ભાઈ પ તેની છાતીમાં બાણ માર્યું. તેથી મરણ પામી તે મુનિ બ્રાદેવલેકમાં ગયા. તે વખતે પદ્મને સર્પદંશ થયા, અને તે મરીને સાતમી નરકે ગયે. એકદા ચિત્રગતિ કુમાર સિહાયતનમાં યાત્રા માટે ગયે. ત્યાં રત્નવતી સહિત અનગસિંહ આવ્યા હતા. તે વખતે બ્રહાલેકથી આવેલા સુમિત્ર દેવે ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. ચિત્રગતિને જોઈ રનવતી કામાતુર થઇ, તે જોઈ અનંગસિંહને રત્નવતીના વરને નિશ્ચય થયા પછી તેઓ પિતાપિતાને ઘેર ગયા. એકદા રનવતીની સાથે ચિત્રગતિને સંબંધ કરવા માટે અનંગસિંહ રાજાએ સૂર રાજા પાસે પિતાને પ્રધાન પુરૂષ મોકલ્યો અને તે બન્નેને વિવાહ થશે. પછી મને ગતિ અને ચપળગતિ નામના પિતાના ભાઈઓ તથા રત્ન
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy