SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - ખાન + + શ્રી મનાથ ત્રિકે હવે અવસર મળવીને હરિમિર રાજાને કહ્યું કે હે દેવી દવદવને પિતાના ઘરે જવાની રજા આપે. એનો વિરહ લાંબા વખતથી તેને સાલે છે ? ચઢયશાએ પણ તે વાતને આખ્યા, એટલે ભલે ખુશીથી જાય એમ કહીને રાજાએ દવદલીને મુકિનપુર જવાને સેના સાથે આદેશ કર્યો. તેને આવતી સાંભનીને લીમચ્છરાજા અત્યંત સ્નેહથી સામે આવ્યું. પિતાને જોતાંજપગે ચાલતી વિહતી વિકસિત નયને હર્ષ પૂર્વક સત્વરડીને પિતાના પગે પડી. લાંબા વખતે મળેલા તે પિતા પુત્રીના લોચનથી પડતા અમ્રજળથી જમીન કાદવવાળી બની ગઈ એવામાં પિતાની પુત્રીને આવેલા જાણીને મેથી રોમાંચિત થયેલી પુષ્પવતી રાણી સંગા જેમ યમુનાને મળે તેમ એકદમ તેને ભેટી પડી, તેને ગળે વળગીને ઇવહતી સુતો રેવા લાગી કારણ કે ઇષ્ટ જાન જોવામાં આવતા પ્રાણીઓને દુખ જાણે તાજું થાય છે. પછી તરતજ જળથી પિતાના સુખ કમળાઈને અને 'પરસ્પર દુખને પ્રગટાવવા પૂર્વક વાત કરવા લાગી. દલદલીને પોતાના મેળામાં એસારીને પુતી કહેવા લાગી કે હું આયુષ્યતી! તું ભાગ્યા અમાશ જોવામાં આવી છે, તેથી હજી અમારું ભાગ્ય જાગતું છે. તું સુખે આપણું બહાર કાલ નિર્ગમન કરતાં લાંબા વખતે પણ પતિને જઈશ, કારણ કે જીવતા નાર ભદ્રા પામે ?પછી સંતુષ્ટ થયેલ ભીમરથ રાજાએ હરિમિત્ર રાજખટુને પાંચ ગામ બક્ષીશમાં આપ્યા, અને કહ્યું કે– નલના આવતા તને હું અર્ધ રાજય આપીશ.” પછી નગરમાં આવીને રાજાએ દબદતીના આગમનને માટે એવ કય સાત દિવસ દેવપૂજા અને ગુરૂપૂજા વિશેષથી કરી. આઠમે દિવસે રાજાએ પુત્રીને કહ્યું કે “હે વત્સ! હું એ ઉપાય કરીશ, કે જેથી નળ પોતાની મેળે અહીં આવશે, માટે ચિંતા કરીશ નહિ, સુખેથી શહે, હળવે હળવે બધું સારું થશે. એટલે દવતી ત્યાં પિતાના ઘરે બહુજ આનંદથી રહેવા લાગી. . ' હવે નલને સંબંધ કહે છે–તે વખતે દવતીને મૂકીને જંગલમાં ભમતાં ની વનના એક ભાગમાં ઉછળતા મને જે. અંજન સમાન. શ્યામ તે ધૂમ, ગગન તલને પૂરવાને અથવા તે ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રાદિકને જાણે શ્યામ મનાવવાને ઉચે ચડતે હતા, અથવા તે જેની પાંખ છેદાયેલી નથી એવા કેઈ પર્વત આકાશમાં જાય છે. એ જમા ઉપજાવતે હતે. એવામાં ક્ષણવારમા જવાળાની શ્રેણિ સમાન વિકરાલ તે ધૂમ ચારે બાજુ પ્રસરી ગયે. ત્યારે માતા વાસના તડતડાટ શબ્દ અને જંગલી પ્રાણીઓને આકંદ નલના સાંભળવામાં આવ્યું. એવામાં બળતા દાવનલમાં તેણે મનુષ્યનો શબ્દ સાભળે. કે–“હે ઈશવાકુળના તિલક સમાન નલરાજા ! હે ક્ષત્રિયોત્તમ! મને બચાવ. જો કે પુરૂષપ્રતથી તું નિકારણ ઉપકારી છે, તેય હે રાજન ! તારા૫ર હું ઉપકાર કરીશ.” ત્યારે શબ્દના અનુસાર આગળ જતાં લતાઓના ગુચ્છાના મધ્ય ભાગમાં આવી ગયેલ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy