SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયતીનું ચરિત્ર છું. માટે હવે તુરત સુખજ થશે.” પછી પ્રભાતે સાર્થવાહ અચલપુર નગરમાં આવ્યું, ત્યાં તે સતીને મૂકીને તે પોતે બીજે સ્થળે ચાલ્યો ગયે. હવે તે તુષિત થઈને નગરના દ્વાર પાસે રહેલ વાવમા પેઠી, ત્યા પનીહારીઓએ તેને સાક્ષાત્ જલ દેવતા સમાન જોઈ, એવામાં તે વાવમા પેઠી, તેવામાં ગોધા (ઘે) એ તેને ડાબો પગ જળમાં પકડી લીધા. કારણ કે દુખીઓને દુઃખ જાણે તેના મિત્રભાવથી જ તરત આવી પડે છે. એ વખતે તેણે ત્રણ નવકારને પાઠ કર્યો, તેના પ્રભાવથી દવઢતીના પગને ગોધાએ મૂકી દીધું. પછી મુખ, ચરણ, હસ્તાદિકને ધોઈને, તે જળપાન કરી હળવે હળવે રાજહંસીની જેમ તે વાવથી બહાર નીકળી ત્યા થાકી જવાથી તે વાવના તટપર એક વૃક્ષની નીચે અને શીલરૂપ રત્નના કરડીયા સમાન એવી તેણીએ દષ્ટિથી અચલપુરનું અવલોકન કર્યું. ત્યાં ગડતુપર્ણ રાજા અને તેની ચંદ્રિયશા નામે રાણું છે, તેની દાસીઓ પરસ્પર હાસ્ય કરતી મસ્તક પર સુવર્ણના ઘડા લઈને તેજ વાવપર પાણી ભરવા આવી. તેઓએ દુર્દશા પામેલ છતા તે દવદંતીને દેવી સમાન જેઠ, કારણ કે કાદવમાં મગ્ન છતાં કમલિની તે તે કમલિનીજ. તેણુનું રૂપ જોતા તેઓએ વિસ્મય સહિત વાવમા હળવે હળવે પ્રવેશ કર્યો, અને હળવે હળવે તે બહાર નીકળી, તથા ઘરે જઈને તેમણે દવદંતીના અદભુત રૂપનું પોતાના સ્વામી પાસે વર્ણન કર્યું, એટલે ચંદ્રયશાએ તેમને કહ્યું કે તેને અહીં લઈ આવે. મારી ચંદ્ર વતી પુત્રીની તેને બહેન બનાવીશું ? પછી તે દાસીઓ તરત તે વાવના તટપર આવી, અને દવદંતીને નગરની સન્મુખ લક્ષમીની જેમ જોઇને બોલી કે –“હે સુભાગે! આ નગરમા તુપર્ણરાજાની ચંદ્રયશા રાણું તને બહુમાનથી લાવે છે, અને કહે છે કે–તુ ચંદ્રાવતી સમાન મારી પુત્રી છે.” માટે હે ભદ્દે! ત્યાં આવ અને દુકાને જલાંજલી આપ. અહીં શૂન્ય ચિત્તથી રહેતા દુષ્ટ વ્યંતરે છળ મેળવી તારા અંગમા પ્રવેશ કરીને તેને અનર્થ ઉપજાવશે.”એ રીતે ચંદ્રયશાના વચનથી પુત્રીપણાના સ્નેહને જાણે તાબે થઈ હોય તેમ આદું મનવાળી તે ત્યાંથી આગળ ચાલી. “રવામિનીની તું ધર્મસુતા છે, તેથી અમારી પણ ત સ્વામિની છે” એમ વિનયથી બોલતી તે દાસીઓ તેને રાજાના ભુવનમા લઈ ગઈ. “ ચદ્રયશા મારી માસી થાય" એમ દવદંતીને ખબર ન હતી, અને ચંદ્રયશાતે • દવદંતી મારી ભાણેજ થાય એમ જાણતી હતી, પરંતુ નાનપણમાં જેલ હવાથી ચંદ્રયશા તેને ઓળખી શકી નહિ, તથાપિ રાણીએ, દૂરથીજ તેને પુત્રીના જેવા સનેહથી જોઈ, કારણકે ઈષ્ટ કે અનિષ્ટને નિર્ણય કરવામા અંતઃકરણુજ પ્રમાણે છે. પછી ચદ્વયશાએ દવદ તીને ગાઢ આલિંગન કર્યું, એટલે આસને વરસાવતી અને પ્રીતિતળે દબાયેલી દવદંતી રાણુના પગે પડી, ત્યારે ચંદ્વયશાએ પૂછયું કે –“તુ કેણિ છે?” એટલે તેની આગળ પણ પૂર્વે જેમ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy