________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ રહિત) છે અને ત્યાં મહર્ષિએ પહોંચી શકે છે. તે સ્થાનક શાશ્વત છે. તે સે લેકની નજર આગળ છે, પણ તે પ્રાપ્ત થવું દુર્લભ છે, જે મુનિશ્વરે ત્યાં પહોંચ્યા છે, તે શૌચથી મુક્ત થયા છે અને સંસાર પ્રવાહને (ભવભ્રામણ) અંત આણી શકયા છે.” ( કેશીકુમાર પિતાના દરેક સંદેહના સમાધાનકારક ઉત્તર સાંભળી, તેઓ શ્રી ગણધર મહારાજને કહે છે કે “ હે ગૌતમ ! આપ પ્રજ્ઞાવત છે. આપે મારે સંદેહ તર કર્યો છે. આપ સદેહ રહિત અને સર્વ સૂત્રના મહાદધિરૂપ (પારગામી) હેવાથી, હું આપને વંદન કરૂં છું.” એમ કહીને તે ઘેર, પરાક્રમી કેશકુમાર શ્રમ મહાયશસ્વી ગૌતમ ગણધરને મસ્તક નમાવી વંદન કર્યું, અને તે ઉદ્યાનને વિષે તે કેશીકુમારશ્રમણે પહેલા અને છેલ્લા તીર્થકર ભગવાને પ્રરૂપેલા પંચ મહાવ્રતરૂપ ધર્મને, પૂર્ણ શ્રદ્ધાથી અંગીકાર કર્યા.
તે નગરીને વિષે કેશી અને ગૌતમને સમાગમ થવાથી, શાને અને ચારિત્રને ઉત્કર્ષથએ અને તત્વાદિ અગત્યના વિષયને નિર્ણય થયે. સકળ સભા અતિ પ્રસન્ન થઈ, અને સમ્યક્ માર્ગને વિષે સાવધાન થઈ અને સો કોઈ અને મહાપુની પ્રસંશા કરવા લાગ્યા કે, તે જ્ઞાનવંત ભગવંતો આપણા ઉપર પ્રસન્ન હે” 1 - અહિં કેશીકુમારશ્રમણની અદ્દભૂત સરળતા અને અકરાહિપણું આપણને પ્રદર્શિત થાય છે. ગણધર મહારાજે કરેલા સમાધાન પૂર્વક સમ્યફ ખુલાસાથી પિતાની શંકાનું નિવારણ થતાં, પંચ મહાવ્રતને તેઓએ અંગીકાર કર્યો. સત્ય સમજાતાં જેઓ કદાબહેને ત્યાગ કરે છે, તેઓ જ પિતાનું કલ્યાણ કરી ગયા છે, અને તેઓજ જગતને અનુકરણીય છે. કદાગ્રહને ત્યાગ એજ શાસનની પ્રભાવના અને શેભા છે, કેમકે મહાપુરૂષે જ્યારે કદાગ્રહને ત્યાગ કરી સત્યને અંગીકાર કરે છે, ત્યારે જગતના લે કે તેમનું અનુકરણ કરી આત્મકલ્યાણના માર્ગે પ્રવૃત્તિ કરે છે.
ગૌતમસ્વામીએ પચાસ વર્ષની વયે ગૃહસ્થમને ત્યાગ
For Private and Personal Use Only