________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશી માર અને ગૌતમ. કેશીમાર હે ગૌતમ! મહા જળપ્રવાહ ઘસડાતાં પ્રાણીઓના નિવારણ અર્થે કોઈ આધાર, શરણું અથવા દ્રઢ સ્થાનક છે? એ કે હીપ આપના જાણવામાં છે? એ દ્વીપ આપ કોને કહી છે?”
ગૌતમ––“સમુદ્રની વચ્ચે એક ઐઢ અને વિરતીર્ણ દ્વીપ છે, મહા જળપ્રવાહની રેલ તે દ્વીપ ઉપર ફરી વળી શકતી નથી. એ આશય એ છે કે, જરા અને મરણ એ જળપ્રવાહ છે, અને તેમાં પ્રાણીઓ ઘસડાય છે. એ જલની વચ્ચે ધર્મરૂપી મહા હીપ છે, અને તે દ્રઢ સ્થાનક આધાર અને ઉત્તમ શરણું છે.”
કેશીકુમાર–“મહાસાગરના મહા પ્રવાહમાં એક નાવ પરિ ભલામણ કરે છે. તે નાવ ઉપર આરૂઢ થઈને આપ સમુદ્રને પાર શી રીતે પામી શકશે? આપ એ નાવ કેને કહે છે?”
ગૌતમ-“શરીરનાવરૂપ છે, જીવનાવીક રૂપ છે અને સંસાર (ભવામણુ) સમુદ્રરૂપ છે. તે સંસાર સમુદ્રને મહષિએજ તરી
લે છે. જે નાવાવણી (છીદવાળી) છે, તે પાર પહોંચશે નહિં પણ જે નાવ છીદ્ર રહિત છે, તે સમુદ્રને તીરે પહોંચી શકશે. ”
- કેશીકુમાર– ગૌતમ!આ ઘર અને ભત્પાદક અધિકાર અને વિષે અનેક પ્રાણીઓ વસે છે. એ સકળલોકનાં સર્વ પ્રાણીઓ માટે પ્રકાશ કોણ કરશે ?”
ગૌતમ–“સવ લોકપ્રકાશક નિર્મળ ભાનુ (સૂર્ય) ઉચ્ચે છે તેજ ઉદ્યોત કરશે.”
કેશીકમાર–પ્રાણીઓ શારીરિક અને માનસિક દુખથી પીડાય છે. તેમને વાસ્તે કઈ ક્ષેમ (નિર્ભય, વ્યાધિ રહિત), શિવ (કલ્યાણુકારી, જામરણાદિ ઉપદ્રવ રહિત), અને અનાબાધ (પિડા રહિત) સ્થાનક આપના જાણવામાં છે ? તે સ્થાનકનું નામ શું?” - ગૌતમ–“ એ રથાનકનું નામનિર્વાણ અથવા વ્યાધિ રહિત સ્થળ, અથવા સિદ્ધિ સ્થાનક છે. તે લોકના અગ્રભાગે છે. તે સ્થાનક ક્ષેમ, શિવ, અને અનાબાધ (નિર્ભય, કલ્યાણકારી અને ઉપદ્રવ
For Private and Personal Use Only