SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુંડરીક સર્વાર્થસિદ્ધ વિમાનમાં. ૬૧૯ કુંડરીક બાળપણમાં સાહસ કરી વ્રત ગ્રહણ કરવા તૈયાર થયેલ હતાતે વખતે મેં તેને તમ કરતાં વાર્યો હતો. ખેર, હાલ પણ હું તેને રાજ્ય આપવા તૈયાર છું, પણ મને દીલગીરી એટલીજ થાય છે કે, આટલી મુદત સુધી તેણે ચારિત્ર ધર્મ પાલ્યા પછી, તે મેળવેલ ચિંતામણી રતન સમાન ધમને ગુમાવી દેવા તૈયાર થયો છે. એ રાજ્ય ગ્રહણ કરશે તેથી મને તે ફાયદે જ છે, પણ એના આત્માનું તે અહિત કરે છે.” * આ પ્રમાણે કહી પુંડરીકે તેની ઈચ્છા મુજબ તેને રાજ્ય ઉપર બેસાડશે. રાજ્ય ચિન્હ અર્પણ કર્યા અને પોતે તેની પાસેનું યતિલિંગ ગ્રહણ કરી, શુદ્ધ બુદ્ધિએ દીક્ષા લઈ, ત્યાંથી વિહાર, કર્યો. તે પુંડરીક મુનિ શુભ ભાવથી ચિંતવવા લાગ્યા કે, “સારા ભાગ્યે ચિરકાળથી ઇચછેલે યતિધર્મ મને પ્રાપ્ત થયો છે. તે હવે તેને ગુરૂની સાક્ષીએ ગ્રહણ કરૂં.” આ પ્રમાણે વિચાર કરતા તે ગુરૂની પાસે જવા ચાલ્યા. ગુરૂની સમીપે જઈ વ્રત ગ્રહણ કરીને પુંડરીક મુનિએ અઠ્ઠમનુ પારણું કર્યું. પરંતુ નિરસ, ટાઢ અને ખે આહાર લેવાથી, તેમજ ગુરૂપાસે આવવા માટે ઉતાવળ ચાલ્યા આવવાથી, કેમળ ચરણમાંથી નિકળતા રૂધીરથી બહુ પરિશ્રમ પામતાં, ગામની અંદર જઈ ઉપાશ્રય માગી, અતિશ્રમથી વાસના સંથારાપર સુતા. તેજ રાત્રીએ શુભ ચિંતવન કરતા છતાં આરાધન કરી, શુભ ધ્યાન પરાયણપણે પુષ્ટ અંગેજ કાળ કરી, સવાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉપ્તન્ન થયા. કુંડરીક રાજા થયો. કુંડરીકે અને માટે રાંકની જેમ વ્રત ભંગ કર્યું, એમ કહી કહીને સેવક લેકે તેનું ઉપહાસ્ય કરવા લાગ્યા. તેથી તે હૃદયમાં ઘણે કે પાયમાન થશે. પરંતુ તેણે ચિત વ્યું કે, “પ્રથમ હું સારું સારૂં ભેજન કરૂં, પછી આ ઉપહાસ્ય કરનારાઓને વધુ વિગેરે શિક્ષા કરીશ.” આવું ચિંતવી તે રાજ્ય મહેલમાં ગયે ૫છી પ્રાત:કાળે યુવાન પારેવું ખાય તેમ તેણે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારનો આહાર કંઠ સુધી ખાધે; અને રાત્રે વિષય ભેગને માટે જાગરણ કર્યું. તે રાત્રી જાગરણથી For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy