________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨ બીજી સ્તુતિમાં વીતરાગ દેવ અને અન્ય દશનકારાએ દેવનું જે સ્વરૂપ આલેખેલું છે, તે બેની વચ્ચે તુલના કરતાં નિર્દૂષણ દેવપણું કાનમાં ઘટે છે, એનું સ્વરૂપ ટુંકાણમાં સમજાવેલું છે.
હરિતપાળ રાજાએ તે રાત્રે આઠ સ્વપ્ન જોયા હતા, ને તેના ખુલાસા પ્રભુએ કર્યા હતા, અને તેથી ભાવિ શાસનની સંતતિ 'ઉપર શું અસર થશે તેનું સ્વરૂપ બતાવ્યું હતું. તે જાણવાની ઈચ્છાવાળાએ તે ગ્રંથોથી જાણી લેવું. હસ્તિપાળ રાજાને ભગવંતે ટુંકાણમાં ધર્મ સમજાવ્યું હતો તે નીચે પ્રમાણે છે.
આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે. તેમાં કામ અને અર્થ તે પ્રાણીઓને નામથી જ અર્થ રૂપ છે. પરમાર્થે અનર્થ રૂપ છે. ચાર પુરૂષાર્થમાં ખરી રીતે અર્થ રૂપતે એક મેક્ષ છે, અને તેનું કારણ ધર્મ છે. તે ધર્મ સંયમ વિગેરે દશ પ્રકાર છે, અને સંસારસાગરથી તારનારો છે. અનંત દુઃખરૂપ સંસાર છે, અને અનંત સુખરૂપ મેક્ષ છે. તેથી સંસારના ત્યાગને અને મોક્ષની પ્રાપ્તિને હેતુ ધર્મ વિના બીજું કોઈ નથી. પાંગળે માણસ વાહનના આશ્રયથી દૂર જઈ શકે છે, તેમ ઘનકમ (ભારેકમી ) હોય છતાં પણ ધર્મને આશ્રય કરવાથી તે મોક્ષે જાય છે.”
ભગવંતને કાળ સમય નજીક આવવાથી, ઈદ્રાદિક દેવે અને ગણધર મહારાજાએ પૂછવાથી, ઘણુ બાબતેના ખુલાસા ભગવંતે આપેલા છે. ભગવંતની પછીજ જગતમાં અને પોતાના શાસનમાં મૂખ્યત્વે કયા કયા બનાવે બનશે, એનું સ્વરૂપ બતાવેલું હતું અને તે વિસ્તારપૂર્વક શ્રી ત્રિીષષ્ટીસલાકા પુરૂષ ચરિત્રમાં ભગવંતના ચરિત્રમાં વર્ણન કરેલું છે, તે વાંચવા ભલામણ કરવામાં આવે છે.
ભગવતે છઠ તપ કરેલો હતે. કાર્તિક માસની અમાવાસ્યા (ગુજરાતી આશો વદી અમોશ ) ની પાછલી રાત્રે સ્વાતિ નક્ષત્રને જેગ આવ્યું હતું. તે વખતે પ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળ
For Private and Personal Use Only