________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
શ્રી મહાવારસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૫ વચને તેનાથી સહન થઈ શક્યા નહિં. તેથી ગોશાળા પ્રત્યે બેલી ઉઠયા કે, “અરે શાળા ! તું પ્રભુના શરણે આવ્યું હતું અને પ્રભુને શિષ્ય થઈને ફરતે હતે અરે ! પ્રભુએ તને કેટલીક વિદ્યાએ શીખવી છે. પ્રભુએ તારા ઉપર ઉપકાર બુદ્ધિથી મરણાંત કષ્ટથી તારું રક્ષણ કર્યું હતું. તું કેમ તે ધ્યાન ઉપર રાખતું નથી ? તે બધી વાત તુ કેમ છુપાવે છે ? તુંજ શાળા છું, અને પ્રભુના ઉપર વિના કારણે ક્રોધ કરી આશાતના કરે છે.”
ગોશાળાથી આ સત્યવાત ર હન થઈ શકી નહી, અને અત્યંત ક્રોધ કરી, દ્રષ્ટિવિષ સર્પ જેમ દ્રષ્ટિરૂપ જવાળા મુકે, તેમ તેણે સર્વાનુભૂતિ મુનિ ઉપર તેજલેગ્યા મુકી મહાશય સર્વાનુભૂતિ મુનિ તેથી દગ્ધ થઈ શુભધ્યાને મરણ પામીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા.
પિતાની વેધ્યાની શકિતથી ગર્વ પામેલે ગોશાળે, પછી વારંવાર ભગવંતની નિર્ભસના કરવા લાગ્યો. એટલે બીજા સુનક્ષત્ર નામે ભક્તિમાન શિષ્ય પ્રભુની નિંદા કરનાર તે શાળાને સર્વાનુભૂતિ મુનિની જેમ ઘણું શિક્ષા વચને કહ્યા. તેથી ગોશાળે મની ઉપર પણ તેજોધ્યા મુકી, એટલે તેમનું શરીર પણ બળવા લાગ્યું. તત્કાળ તે મુનિએ પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીવાર ત્રત લેઈ, આલોચના, પ્રતિકમણ કરી બધા મુનિઓને ખમાવ્યા, અને કાળ કરીને અચુત કપમાં દેવતા થયા. ગોશાળ પિતાને વિજયી માનતા પુનઃ પ્રભુને કઠેર વચનવડે આક્રોશ કરવા લાગ્યું.
દયાળુ પ્રભુએ એકાંત કારૂણ્યભાવથી તેને કહ્યું કે, “અરે ગોશાળા તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે? તું આવા અનર્થ કરનાર આચરણ કેમ કરે છે ? એનાથી તું મહાન અશુભ કર્મને બંધ કરે છે. તેના કટકવિપાક તારે પોતાને જ ભેગવવા પડશે. એ ત ધ્યાનમાં કેમ રાખતા નથી ? અરે તું મારા શિષ્ય થઈને મારાજ અવર્ણવાદ બેલી, મારી સાથે અસભ્ય આચરણ કરી, તારા આત્માને ભારે શા માટે બનાવે છે ? તું આવા દુર્લભ મનુષ્ય ભવને શા માટે હારી જાય છે? વિચાર કર ! વિચાર કર.”
For Private and Personal Use Only