________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] કેણી ક નામ પાડવાનું કારણ ૫૫૯ મૂખ્ય ધર્મ છે. એક વખત જે પતિની સાથે લગ્ન સંબંધ કોઈપણ પ્રકારના લગ્નની રીતથી જોડાયા પછી, તે પતિના સુખમાં જ પોતાનું સુખ માનવું, એ સ્ત્રીઓને પવિત્ર ધર્મ છે. સ્ત્રીઓએ પિતાના અંગત લાભને કે ઐહિક સુખને કદિપણ વિચાર કરવાને નથી. જે સ્ત્રીઓ ત્રીકરણ-મન, વચન, અને કાયા-યેગથી શુદ્ધ રીતે પતિવ્રતાપણુને ધર્મ પાળે છે, તે સ્ત્રીઓમાં કુદરતી કંઈ દૈવી શક્તિ ઉત્પન્ન થાય છે. ચિલ્લણાના આ કૃત્યને આપણે બીજી કોઈ રીતે દૂષણ આપી શકીએ તેમ નથી. એ પુત્રને ચિલણું અંતઃકરસુથી ઈચ્છિત નહતી, તે પણ તે બાળકને તેણીએ ઉછેર્યો હતે. ચિલ્લણને તે પુત્ર કાંતિએ ચંદ્ર જે હતું, અને અશોક
વનમાં જ પ્રથમ જોવામાં આવ્યો હતે, અશોકચંદ્ર તથા તેથી રાજાએ તેનું “અશોકચંદ્ર” નામ કણક નામ પાડ- પાડયું. જ્યારે તેને વનમાં 4 દીધે વાના હેતુ. હતું, ત્યારે તેની કનિષ્ટ આંગળી મુકીએ
કરી ખાધી હતી. તેની પીડાથી રૂદન કરતા તે બાળકની આંગળી જે રૂધિર-પરથી વ્યાપ્ત હતી, તેને રાજાએ નેહવડે મુખમાં નાખી. તેથી તે રેતે બંધ રહ્યો, અને તે પ્રમાણે કરવાથી તે આંગળીનું ત્રણ કેટલેક દિવસે રૂઝાઈ ગયું. પણ તે આંગળી બુઠી રહી, તેથી તેને “કુણુક” પણ કહેતા હતા. ચિલણને એ પુત્ર શીવાય હલ અને વિહલ નામે બીજા બે પુત્ર થયા હતા. ચિલણાના ઉપર શ્રેણિક રાજાને બહુ પ્રેમ હતું. તેના માટે એક સ્થંભને સુંદર મહેલ બનાવવાને અભયકુમારને આદેશ કર્યો. તે માટે અભયકુમારે કઈ દેવનું આરાધન કર્યું, ને તેની પાસે એક સ્થંભને મહેલ બનાવરાવ્ય; તથા સર્વ ઋતુના ફળ પુળ આપનાર એક બગીચે કરાવ્યો. એટલે ત્યાં રહીને સતી એકાગ્ર ચિત્ત ધર્મનું આરાધન કરવા લાગી તે ચિલણા શીળ વ્રતને વિષે એવી દ્રઢ થઈ કે, શ્રી વીરપ્રભુ એ પણ તેના શીલની લાઘા કરી હતી.
For Private and Personal Use Only