________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫
૨૭ બવ. ]
શ્રેણિક રાજની શ્રદ્ધા. પદ્મનાભ નામે તીર્થકર થવાના છે. તે સાંભળી રાજાને ખેદ દૂર થયે, અને હર્ષ પામે.
શ્રેણિકરાજા નિરંતર ધર્મકૃત્ય કરતા હતા. તે ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરતા. હંમેશાં જિનેશ્વરની સન્મુખ એક સે. આઠ સુવર્ણના ચેખાવડે સાથિયે પુરતા. શ્રેણિક રાજાને ઘણી રાણીઓ અને પુત્રો હતા. જે જે રાણીઓને પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગતે, તેમને દીક્ષા લેવાની પરવાનગી આપતા. પૂત્રના સંબંધે તેમણે સામાન્ય આજ્ઞા કરી મુકી હતી કે, “અભય કુમાર શીવાય જેમણે દીક્ષા લેવાના પરિણામ થાય, તેમણે પ્રથમ પિતાની માતાની પરવાનગી મેળવવી. મારા તરફથી તે તમને પરવાનગી છે એમ માનવું.” શ્રેણિક જેવા રાજ્યાધિકાર ભેળવતા રાજા, આ પ્રમાણે પિતાના અનુયાયીઓના આત્મકલ્યાણ માટે પ્રબંધ કરે, એટલું જ નહી પણ તેમના દીક્ષાના પ્રસંગે સારી રીતે ઓચ્છવ મહોત્સવ કરી, તેમને પ્રભુની પાસે લઈ જઈ, પોતે દીક્ષા આપવામાં ભાગ લે, એજ તેમનામાં ઉત્પન્ન થએલા દ્રઢ સમતિનું ચીન્હ છે. જેઓએ આત્મકલ્યાણને માગ જોયે છે, તથા પિતાના અનુયાયીનું વારતવિક હિત શામાં રહેલું છે, તે જેઓ યથાર્થ રીતે સમજી શકે છે, તેઓ જ સંસારિક મેહના બંધનેની દરકાર નહી કરતાં, આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે.
શ્રેણિક રાજના આ વૃત્તાંત ઉપરથી એ સમજાઈ આવે છે કે, ધાર્મિક શ્રદ્ધાવાળા જણાતા પુરૂષો પણ દીક્ષાદિ પ્રસંગે, પિતાનું કર્તવ્ય ભુલી જઇ બાળચેષ્ટા કરે છે, તથા યધ્વાતષ્યા અનુચિત ગમે તેમ બેલે છે, એ સર્વ આંતર નિર્મળતાને અભાવ બતાવનાર છે.
સંસારનું તથા મેહનું વાસ્તવિક સ્વરૂપ જેમના સમજવામાં આવ્યું હોય, અને જિનેશ્વરના વચને ઉપર જેમને પૂર્ણ શ્રદ્ધા હોય, તેવાએ તે કદી પણ કુચેષ્ટા કરી પોતાના આત્માને મલીન કરે નહિ.
For Private and Personal Use Only