________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ.] સિંહમુનિ ઔષધ લાવ્યા.
૫૪૭ તે વાત જાણી, તેને પિતાની પાસે બોલાવીને કહ્યું કે, “ અરે ભદ્ર! લેકોની વાત સાંભળીને તું શા માટે ભય રાખે છે ? અને હૃદયમાં કેમ પરિતાપ પામે છે? તીર્થકરે કદિપણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમ વિગેરેના પ્રાણાંત ઉપસર્ગો શું વૃથા થયા નથી ?”
સિંહ મુનિએ પ્રભુને વિનંતી કરી કહ્યું કે, “હે ભગવાન! જે કે આપનું કહેવું સત્ય છે, તથાપિ આપને આવી આપત્તિ જાણું બધા લેક પરિતાપ પામે છે. માટે તે સ્વામી ! મારા જેવાના મનની શાન્તિના માટે આપ ઔષધનું સેવન કરે. આ૫નું દુઃખ મારાથી જોઈ શકાતું નથી.”
સિંહ મુનિને અતિઆગ્રહથી પ્રભુએ તેને કહ્યું કે, “રેવતી નામની એક શ્રાવિકાએ મારા ઉપરના ભક્તિરાગના લીધે, મારા માટે કેળાને કટાહ પકાવ્યો છે, તે તમે લેશે નહીં; અને પિતાના ઘરના માણસેના ઉપયોગ માટે તેણે બીજેરાને પાક પકા છે, તે તું લઈ આવ. તારા આગ્રહથી હું તે ઔષધ તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને શૈર્ય પ્રાપ્ત થાય.”
પ્રભુની આવી આજ્ઞા થવાથી સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર ગયા. રેવતીએ પ્રભુના રોગની શાંતિ નિમિત્તે અત્યંત ભાવપૂર્વક બીજોરાપાક હરાવ્યું અને આપેલા દાનની ઘણી અનુમોદના કરવા લાગી.
સિંહમુનિએ આણેલા પ્રાસુક ઔષધના સેવનથી પ્રભુને તે વ્યાધિ સમી ગયે. અહિં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, ચાર પ્રકારના ઘાતિકર્મને સત્તામાંથી નાશ થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી અશાતા વેદનીકમ ઉદય આવ્યું. તત્વદષ્ટિએ જોતાં વેદની કર્મ સત્તામાં હતું, માટે આ વ્યથાને પ્રસંગ આવ્યો. વેદની આદિ ચાર કર્મ અઘાતિ કમ છે, અને તેની કેટલીક પ્રકૃતિએ તે સત્તામાં હોય છે તે તો તેરમા ગુણસ્થાનકના અને અને ચૌદમાં ગુણ સ્થાનકે તેની સત્તા નાશ
એક બીજોરા જુના રે
For Private and Personal Use Only