________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]
સુલસી,
૫૩૩
આ પ્રમાણે તે પિતાના મનમાં વિશુદ્ધ ભાવથી ખેતી કરવા લાગી. દેવને તેના આવા વિશુદ્ધભાવની ખાત્રી થવાથી, મુનિને વેષ છોડ દઈ, પિતાનું દેવનું સ્વરૂપે પ્રગટ કર્યું. સુલસાને કહ્યું કે, “હે પરમ શ્રાવિકા ! દેવકમાં ઈદ્રમહારાજે તારામાં રહેલા શ્રાવિકાપણના ઉત્તમ ગુણોની પ્રસંશા કરી, તેથી વિરમય પામી હું તારી પરિક્ષા કરવા માટે અહિં આવ્યું હતું. તે હવે તારા આવા ઉત્તમ આચાર અને ભાવ જોઈ સંતુષ્ટ થયે છું માટે વર માગ
“હે દેવ! મહારે પુત્ર શીવાય હાલ બીજી કંઈ ઇચ્છા નથી.” સુલસાએ દેવને કહ્યું.
“દેવ સુલસાના ઉપર પ્રસન્ન થઈ, બત્રીશ ગુટિકા આપીને કહ્યું કે, “ અનુક્રમે આ ગુટિકાનું તમે ભક્ષણ કરજે, તેથી જેટલી ગુટિકા છે તેટલા પુત્ર થશે. હે પુણ્યશાળી સતી ! વળી કઈ પ્રસંગે તમને પ્રજનપડે, ત્યારે મારું સ્મરણ કરજે. હું તૂર્ત આવીશ.” એ પ્રમાણે કહી દેવ અંતર્ધાન થઈ ગયે.
દેવની પ્રસન્નતા છતાં ભવિતવ્યતાના એગે કેવી ભુલ થાય છે, અને વિપરીત બનાવ બને છે, તેને સુલસાના સંબંધે આપણને અનુભવ થશે.
દેવના ગયા પછી સુંલસાને વિચાર થયે કે, આ બધી ગુટિકા જુદાજુદા વખતે ખાવાથી ઘણા પુત્ર થાય, તે તેમના લીધે દરેક વખતે ગર્ભધારણની પીડા સહન કરવા ઉપરાંત, તેમના ઉછેરવામાં મહારે ઘણે કાળ જાય. એટલું જ નહી પણ દરેક બાળકના અંગે, તેમની અશુચી ચુંથવાના પ્રસંગે પ્રાપ્ત થાય, અને મહારા જીવનને ઘણે ભાગ બાળકના લાલનપાલનમાં જાય. આવા વિચારમાં ને વિચારમાં દરેક ગુટિકાથી એક એક પુત્ર થશે, એ દેવનું કહેવું તેના સ્મરણમાં રહ્યું નહી; અને તેણે વિચાર કર્યો કે, બટિશ ગુટિકા એકસાથે ખાઉં, તે તેના બત્રીસ લક્ષણે વાલે એકજ પુત્ર મને થશે. એ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરી, બત્રીશ ગુટિકા એકી સાથે ખાઈ ગઈ. જેવી ભવિતવ્યતા હતી, તેવી
For Private and Personal Use Only