________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] સાત તીર્થકરોના નામ
પરસ્ટ પ્રકૃતિને બંધ કરેલ છે.ભાવી વીશીમાં સુલસા “નિર્મમ” નામના પંદરમા તીર્થંકર થશે. રેવતી સત્તરમા “સમાધિ” નામના તીર્થંકર થશે. પ્રભુ મહાવીરનું આલંબન પામી એ બે મહાસતીઓ ઉપરાંત, બીજા સાત પુરૂએ તીર્થંકરનામકર્મને બંધ કરેલ છે. એકંદર નવ તે તીર્થકરની પદ્ધિ પામનાર છે. તે સાતના (પુરૂષ) નામ નીચે પ્રમાણે છે.
૧ શ્રેણિક રાજા શ્રી “પદ્મનાભનામના પહેલા તીર્થકર થનાર છે. * ૨ પ્રભુના કાકા સુપાર્થે આવતી ચોવીશીમાં બીજા “સુરદેવ” નામના તીર્થકર થનાર છે.
૩ શ્રેણિક રાજાના પૈત્ર અને કેણિક રાજાને પુત્ર ઉદાયન, જેમને પિષધશાળામાં વિનયરનનામના અભવ્ય સાધુથી ઘાત થયું હતું, તે “સુપાર્શ્વનામના ત્રીજા તીર્થંકર થનાર છે.
૪ પાટીલ બણગર “સ્વયંપ્રભ’નામના ચોથા તીર્થકર થનાર છે. ૫ દ્રઢાયુ શ્રાવક પાંચમા સવનુભુતિ નામે તીર્થંકર થશે.
૬ શંખનામે શ્રાવક “ઉદય” નામના સાતમા તીર્થંકર થશે. ઉપદેશપ્રાસાદભાગ ૩ ના પૃ. ૨૮૪ માં જણાવે છે કે, ભગવતી સૂત્રમાં જે શંખશ્રાવકને અધિકાર આવે છે, તે સંખજી આ નહીં, પણ આ બીજા કેઈ છે.)
૭ આનંદ નામના શ્રાવકોને. જીવ આઠમા પિઢાલ નામના તીર્થકર થનાર છે. ઉપલાજ ગ્રંથમાં ખુલાસે કરવામાં આવ્યું છે કે, સાતમા અંગમાં જે આનંદશ્રાવકનું વર્ણન આવે છે, તે આનદ આ નહી, પણ બીજા છે.
ઉંમર પ્રમાણે નવજણે તે પ્રભુએ બતાવેલા માર્ગનું આરાધન કરી થકરનામકર્મને બંધ કરેલો છે. પ્રભુના શાસનમાં ઘણું જ મેક્ષા અધિકારી બન્યા છે, અને આ નવ તીર્થંકરની પદ્ધિ પ્રાપ્ત કરનાર છે, આથી પ્રભુના ચરિત્રમાં વિશેષ કયા ચમત્કારની આશા રાખીએ? પ્રભુના શ્રાવક શ્રાવિકાઓના ચરિત્રોજ ચમત્કારથી ભરપૂર છે. શ્રાવિકાઓ પૈકી કેટલીક મહાસતી શ્રાવિકાઓને સંબંધ આ પ્રકરણમાં જણાવવામાં આવે છે.
67
For Private and Personal Use Only