________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૧
૨૭ ભવ. )
સદાલપુત્ર. અપરાધ કરે તેને તમે શિક્ષા કરશે. તે પછી ઉદ્યમાદિક કાંઈ નથી, અને સર્વ ભાવભાવ બનવાનું હોય તેમ બને છે, એમ તમારું એકાંત માનવું છે, એ મિથ્યા થાય છે, એ તમને સમજાય છે.?”
પ્રભુની આ પ્રમાણેની સમજુતીથી તેને બંધ થયે. પ્રભુને વંદના કરી અને પ્રભુના મુખથી ગૃહસ્થના લાયકને ધમ સાંભળી, આનંદ પામી પ્રભુ પાસે બારવ્રત અંગીકાર કર્યા.
ગોસાળાને આ વાતની ખબર થઈ. તેથી તેને પાછે પિતાના પક્ષમાં લાવવાને પોતાના પક્ષના કેટલાક માનવાવાલાને સાથે લઈ સદાલપુત્રને ત્યાં આવે. સદાલપુત્રે શાળાને આવતે છે, પણ તેને આદર
સત્કાર કર્યો નહીં. તે મૌન ધરીને જ બેસી સદાવપુત્રની શ્રદ્ધા રહ્યો. ગોસાળાએ તેના આગળ પ્રભુ અને સમકિતીને મહાવીરના ગુણેનું વર્ણન કર્યું, અને પુછયું લાયકની તેની કે, “હે દેવાનુ પ્રિય ! અહિ મહામાહણ, વર્તણુંક. મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક,
અને મહાનિર્ધામક આવ્યા હતા ?” તે એવી ઉપમાન ધારક કેમ છે?” સદાલપુત્રે પુછયું.
ગોશાળાએ તેનાં કારણે કહી બતાવ્યાઃ સદાલપુત્રે કહ્યું કે તમે મહાવીર પ્રભુની સાથે વાદ કરવા તૈયાર છે? ગોશાળાએ ના પાડી.”
જ્યારે શાળાએ એ પ્રમાણે જવાબ દીધે, ત્યારે સદાલપુત્રે ગશાળાને કહ્યું, હે દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્યનું આ પ્રમાણે ગુત્કીર્તન કરે છે, માટે આપને જે કાંઈ જોઈએ તેની યાચના કરો તે હું આપને આપીશ, પણ ધર્માચાર્ય તરીકે નિમંત્રણ કરતા નથી.
સદાલપુત્રને તેની શ્રદ્ધામાંથી ચલીત કરવાને પિતાને અશક્ત જાણી, તેની પાસેથી જે કંઇ ચીજ ગ્રહણ કરવા જેવી હતી, તે ગ્રહણ કરીને ત્યાંથી ચાલ્યા ગયે.
For Private and Personal Use Only