________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. } વૈરાગ્ય સ્વરૂપ.
૪૪૭ ઇચ્છિત વિષયની અપ્રાપ્તિથીજ લે છે. આવા પ્રકારની વૃત્તિવાળ બાહ્યથી લેક આગળ બોલે છે કે, “! આ સંસારમાં કોઈ કેઈનું નથી. દૈવે મારું સર્વ હરણ કર્યું, નાશ કર્યું. મૃત્યુએ સર્વને ગ્રાસ કર્યો માટે આ દુખમય સંસારને ધિક્કાર છે.” આ પ્રમાણે વારંવાર બોલે છે પણ તે સર્વે ચિંતિત વિષયની અપ્રાપ્તિથી જ, તેથી તે સર્વ વ્યર્થ છે. આવા પ્રકારને વૈરાગ્ય પરમાર્થિક નથી. આ વિરાગ્ય તે અનેક જીને અનેક પ્રકાર થાય છે. છતાં આવા પ્રકારના વૈરાગ્યને વૈરાગ્યની કેટીમાં ગણવાનું કારણ એ છે કે “બજ રૂપ આવા પ્રકારના વૈરાગ્યથી કોઈ વખત કાઈ જીવને તે વિરાગ્ય પરમાર્થિક વૈરાગ્યના રૂપમાં, રૂપાંતરપણાને પામે છે.” તેથી તેને વૈરાગ્યની કોટીમાં મુકે છે. આ વૈરાગ્ય કનિષ્ટ પ્રકાર છે.
૨. મહગર્ભિત વૈરાગ્યઃ- આ વૈરાગ્ય મિથ્યાદર્શનના શાસ્ત્રભ્યાસથી ઉત્પન્ન થયેલા ભવનૈણુંયના દર્શનથી, બાલતપસ્વિ એને પ્રાપ્ત થાય છે. જીવાજીવાદિ તત્વોના સ્વરૂપને વિપર્યયપણે ગ્રહણ કરવાથી તેઓને વૈરાગ્ય અજ્ઞાન મોહ ) ગર્ભિત છે. જેનદર્શનમાં પણ જેઓને વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાનનથી, તેથી પદાર્થના સ્વરૂપના અર્થને વિપરિત રીતે પ્રરૂપે છે, સિદ્ધાંતને અભ્યાસ કરીને તે ઉપર જેઓ આજીવિકા ચલાવે છે, અને અલ્પશકિતવાલા છતાં પણ પિતાને અનાચાર ગુપ્ત રાખવા માટે મોટી શકિતથી ક્રિયાને અથવા જ્ઞાનને દેખાવ કરે છે, વાચાલતાથી ભદ્રિક પરિણામી જીના મનમાં પોતાના માટે ઉંચે અભિપ્રાય કેમ થાય તેવા પ્રકારનો બાહ્ય દેખાવ કરે છે, તેઓને વૈરાગ્ય પણ પરમાર્થિક વૈરાગ્ય નથી. શરીરની અંદર રહેલા જીર્ણજ્વરની પેઠે આવા પ્રાણુઓને વૈરાગ્ય માત્ર ઘણોનું પોષણ કરનાર નીવડે છે. કઈ જીવને વિરકતદશા છતાં પણ શાસ્ત્રાર્થના અલ્પબધથી, ઈ એક પક્ષમાં તણાઈ જઈ, એકાંત નય માનવાને કદાગ્રહ થાય છે. જેઓને ઉત્સ ર્ગમાં, અપવાદમાં, વ્યવહારમાં, નિશ્ચયમાં, જ્ઞાનમાં, અને ક્રિયામાં વાદવિવાદ હોય, તેઓના સ્વરૂપને યથાર્થ રીતે જાણે નહિ, અને
For Private and Personal Use Only