________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
શ્રી મહાવીરસવામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૧ ભ્રમર, અને મત્સ્ય એ પાંચ પ્રાણીઓ પાંચ ઈન્દ્રિઓમાંથી એક એકના સેવનથી હણાય છે, તે જે પ્રમાદી મનુષ્ય પાંચ ઈન્દ્રિવડે તે પાંચેના વિષયને સેવે છે, તે કેમ ન હણાય ?” એ પ્રમાણે જણાવી લંબાણથી તે પ્રાણીઓ પિતપતા વિષયમાં કેવી રીતે હણાય છે તે ખુલાસાથી સમજાવ્યું.
આ પ્રમાણે ઈન્દ્રિાનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખથી સાંભળીને અભયકુમારે સર્વ પરજનેને કહ્યું કે, “હે પરજને ! તમારામાંથી જે કઈ માત્ર એકએક ઇન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચ્ચખાણ લે, તેને હું આ મૂલ્યવાન રત્ન આપું.” તે સાંભળીને લેકમાંથી કોઈ પણ તેમ કરવાને તૈયાર થયો નહિ. સર્વ લેકે મૈન ધરી રહ્યા, ત્યારે અભયકુમારે મુનિને નમીને કહ્યું કે,
હે સ્વામી! આપે તે શ્રી વિરપ્રભુની સાક્ષીએ પાંચે ઈન્દ્રિઓના વિષાનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ પાંચ રને આપ ગ્રહણ કરે.”
રને હું શું કરું? મને તો કાંચન અને પાષાણુમાં સમાન બુદ્ધિ છે. મેં તે ત્રિવિધ ત્રિવિધે શરીરની શુશ્રષા કરવાનો અને પરિગ્રહ માવને ત્યાગ કરેલો છે. ઈન્દ્રાદિકના સુખમાં પણ મને ત્રિકાળે ઈચછા નથી.” મુનિએ જવાબ દીધે.
મુનિને નિઃસ્પૃહ જવાબ સાંભળી સર્વ પીરજને વિસ્મય પામી કહેવા લાગ્યું કે, “અહો ! આ મુનિ ખરેખરા નિઃસ્પૃહ છે. આપણે આજ સુધી તેમની ફેગટ નિંદા કરી.” આ પ્રમાણે પર જનેના મુખ મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલ અભય કુમાર, મુનિને નમન કરી, જૈનધર્મને મહિમા વધારી ત્યાંથી ચાલી ગયા. સુભદ્રક મુનિ પણ જીવન પર્યત પ્રભુના વચને ઉપર અડગ શ્રદ્ધા રાખી, પંચ ઇન્દ્રિયના વિષયને વશ કરી, આત્મ કલ્યાણના ભાગીદાર થયા.
જૈનધર્મમાં વિનય મૂલ ધમ કહ્યો છે. આપણું કરતાં વધારે
For Private and Personal Use Only