________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ ભગવંતને વિદિત છે. તેથી આ શરીરને લાંચ આપવાથી શું ફાયદો ? માટે જે આપ પ્રભુની આજ્ઞા હોય તે, આપની કૃપા વડે અત્યંત આરાધના કરીને જયપતાકાને અમે વરીએ.” ભગવંતે કહ્યું, “ જેમ આત્મહિત થાય તેમ કરે, તેમાં મારે પ્રતિબંધ નથી.”
નેશ્વરની આજ્ઞા મળવાથી અડતાળીશ મુનિ તથા ગૌતમ ગણધર મહારાજની સાથે તે બને મુનિ વૈભારગિરિ પધાર્યા. ત્યાં પર્વત ઉપર શુદ્ધ અને નિરવઘ શિલાપટને પ્રમાઈને આગમન માટે ઈયાપથિકી આવી, ગણધર મહારાજ પાસે વિધિપૂર્વક બત્રીશદ્વારો વડે આરાધનાની ક્રિયા કરી; અને તે અને મુનિઓએ હર્ષપૂર્વક પાપગમન અનશન અંગીકાર કર્યું, અડતાળીશ મુનિઓ પણ પરિકર્મિત મતિવાળા શુભધ્યાન પરાયણ, જીવિતવ્યની આશા અને મરણના ભય વગરના, સમતામાં એકલીન ચિત્તવાળા, અને સમાધિમાં મગ્ન, એવા તે બનેની પાસે રહ્યા. - તે બને મહા મુનિ, એકમાસ પયંત સંલેખના આરાધી, અંતે શુદ્ધ ઉપયોગમાં લીન ચિત્તવાળા થઈ, સમાધિપૂર્વક કાળ કરી, સુખથી ભરેલા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા.
છે. આ ધન્ય અને શાલિભદ્ર મહા મુનિ બીજી રીતે જોતાં ચાર પ્રકારથી ઉત્કૃષ્ટ પદને પામ્યા છે. એ વિષે ધન્યકુમાર ચરિત્રના કર્તા શ્રીમદ્ મહેપાધ્યાય જ્ઞાનસાગર ગણિ, પિતાની કવિત્વ શક્તીથી આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે.
પહેલુ અનુત્તર-પહેલાં તે પૂર્વભવમાં અનુત્તર દાન દીધું, કારણ કે મોટા કષ્ટ વડે ક્ષીર સ્વયં તેમના ભાગમાં આવી. મુનિદાનને અભ્યાસ પણ ન હતું, છતાં સાધુ દર્શનથી જ તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પોતાનું સર્વ દુખ ભુલી જઈને ભક્તિના ઉલ્લાસથી તે બને એ ઉઠીને “સ્વામિન ! અહિં પધારે આ શુદ્ધ આહાર રહણ કરવાની કૃપા કરે.” આ પ્રમાણે પ્રીતિ અને ભકિતનાં વચન સહિત,
For Private and Personal Use Only