________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ૨૭. ] શાલિભદ્રને પૂર્વની સ્થિતિને વિચાર. ૩૯૫
અહો ! આ સંસારમાં મહા આશ્ચર્ય પમાડે તેવા વિચિત્ર પ્રકારના કર્મ જન્ય અનુભવ થાય છે. અરે ! પૂર્વ ભવમાં સદસ વિવેક હિત મારું ગામલયાપણું કયાં ? અને આ જન્મમાં ગુણ સમૂહવાળું, ગૌરવના મંદિરભૂત અને અવસરને ઉચિત કરણ આભૂષણવાળું શહેરીપણું કયાં? પૂર્વ ભવમાં સકળ આપવાના નિવાસ રૂપ હું પશુને પણ દાસ હતું, ત્યારે આ ભવમાં હું રાજાને પણ કરિયાણાની જેમ માનનારે થશે. પૂર્વ ભવમાં જીણું, ખંડિત, દંડિત અને શરીર ઢાંકવા માટે પણ અપૂર્ણ વસ્ત્ર હતું, ત્યારે આ જન્મમાં સવા સવાલાખવાળી રત્નકંબળાના બબે ખંડ કરીને પ્રિયાઓને મેં આપ્યા હતા, અને તેઓએ તેના પગ લુંછણું કરીને કુવામાં નાખી દીધા હતા. પૂર્વ ભવમાં મારે રૂપાના આભૂપણે ન હતા, ત્યારે આ જન્મમાં વિવિધ રત્નથી જડેલા સુવર્ણના આભૂષણે પણ પુષમાળાની માફક હમેશાં નિર્માલ્યપણાની બુદ્ધિથી હું ફેંકી દેતો હતો. પૂર્વ ભવમાં રૂપા નાણું પણ મારા હસ્તમાં સ્પર્યું ન હતું, ત્યારે આ જન્મમાં સેનામહેર અને રત્નાદિકના ઢગલાઓની પણ તપાસ કરી નથી. અહે ! આ ભવ નાટક વિચિત્રતા ! અહે! આ ભવ નાટકમાં કર્મ રાજાના હુકમથી મેહ, આ સર્વ સંસારી અને વિવિધ પ્રકારના વેશ લેવડાવીને નાચ કરાવે છે. જિનેશ્વરના આગમને હાર્દ પામેલા પુરૂષ વગર કેઈ તેમાંથી બચી શકતું નથી, તેથી જગત માત્રને દ્રોહ કરનાર અને અતિ ઉત્કટમલ એવા મેહને, મહા પ્રચંડવીય તથા ઉલાસના બળથી જીતીને, આજ સુધી નહી પ્રાપ્ત કરેલી જય પતાકા પ્રાપ્ત કરૂં; કારણકે ઉદ્યમ કરતાં સર્વ સફળ થાય છે.
આ પ્રમાણે વિચાર કરીને મહાસત્વવંત એવા ધન્યમુનિની સાથે શાલિભદ્ર મુનિ ભગવંત મહાવીરની પાસે આવ્યા અને પ્રભુને વંદન કરીને વિનંતિ કરી.
હે સ્વામિન! અનાદિના શત્રુ એવા શરીરથી તપસ્યાત્રિ ક્રિયા બની શકતી નથી. જીવ વવડે ઓળખાય છે, તે સવ
For Private and Personal Use Only