________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર,
[ પ્રકરણ ૨૦
તેવા, આવીને સેવા કરે છે; અને પાપના ઉદય હોય તે, ઘણા વખતના પરિચિત, ઘણા દિવસના પેખેલા અને પ્રાણવ્યયથી જેને પાળેલા હોય તેવા પશુ સુખ આપનારા થતા નથી. પરંતુ દુઃખ આપનારા થાય છે. જેવી રીતે સુભૂમ ચક્રવર્તી પાપનો ઉદય થયા, ત્યારે છ ખંડને ભાક્તા, ચૌદ રત્નાના સ્વામી, નવિનેમાનને અધિપતિ, બે હજાર ચો જેની સેવા કરવામાં તત્પર હતા, તેવા છતાં પણ સમુદ્રમાં ડુમી ગયા, વળી એજ સુભૂમ ચક્રવર્તીના અકેક હાથમાં, ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું. વળી જેવી રીતે ભૂમી ઉપર તેવીજ રીતે જળ ઉપર પગે વિહાર કરી શકે તેવા હતા. હાથમાં આવેલા જળના પણ બે ભાગ કરી શકે એવી શક્તિ ધરાવતા હતા; વિવિધ રીતના વિહાર કરવાની તે શક્તિ ધરાવતા હતા; વળી અનેક પ્રકારના વિવિધ મમિાવાળા રત્નૌષધાદિક તથા મંત્ર, યંત્ર, તત્રાદ્દિક જેના ભંડારમાં રહેલા હતા, જેને ઉત્તર અને દક્ષિણ શ્રેણિની સ્વામિની ગૌરી, ગગાધારી, રાહિણી, પ્રજ્ઞપ્તિ વિગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી; જેના વિમાન ચલાવનારા દેવા સદા સેવકની માફક તેના હુકમ માત્રથીજ કાર્ય કરનારા હતા; જેની પાસે જળમાં ગતિ કરવામાં કુશળ અનેક ઘેાડા હતા; તથા વહાણાદિક યાનપાત્રથી પણ અધિક સમુદ્ર જળ તરવામાં સમથ ચરતા હતુ; જે હંમેશાં ચૌદ રત્ન નવનિધાન ૧ વિગેરેના અધિષ્ઠાયીક દેવે મળીને પચીશ હજાર દેવતાઓથી સેવાતા હતા; આવી ઋદ્ધિવાળે તથા છળથી ગતિ થયેલા સુભૂમ ચક્રવતી પાપને ઉદય થયે ત્યારે સમુદ્રમાં પડી ડુબી ગયા, તેનું જ જ્યારે પુણ્યનું બળ હતુ, તે વખત અતકિંત રીતે, નહિં ખેલાવેલ ચક્ર પણ, ઉપન્ન થઈને તેના હાથમાં આવ્યુ હતુ, અને તેના વડે તેણે આખું ભારત જીતી લીધું હતું, તેનેજ જયારે પાપના ઉદય થયા, ત્યારે તે ચક્રવદ્યમાન હતુ તે પણ તેનું કાર્ય સાધવામાં તત્પર થયુ' નહિ.
રત્નની પાછળ એક હજાર દેવતાઓ હાય છે.
For Private and Personal Use Only