________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ]
જમાલી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ,
લાભ આ ભવમાં જ પ્રાપ્ત કર્યો. પ્રભુના અનુગ્રહપણથી ભવને અંત કરી અક્ષય અને અવ્યાબાધ એવું એક્ષપદ પ્રાપ્ત કર્યું. જગતમાં એનાથી બીજો કોઈ ઉત્કૃષ્ટ લાભ છે જ નહીં; તેથી ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજ કરતાં તે આ ભિક્ષક માતા પિતા વિશેષ લાભ પ્રાપ્ત કરી ગયા તીર્થકરોના માતા પિતા થવું, અને તેમના જેવા ત્રિલોકપૂજિત પુત્રને પોતાને ત્યાં જન્મ થવે, એ પણ જગતના બીજા મનુષ્યો કરતાં વિશેષ ભાગ્યશાળીપણાની નિશાની છે. પ્રભુની પુત્રી પ્રિયદર્શીના જમાલી નામના રાજકુમારને
પરણાવેલી હતી. એક વખત તે જમાલી જમાલી પ્રિયદર્શન સહિત પ્રભુ ક્ષત્રીય કુંડામે
પધારેલા, ત્યાં વાંચવા આવ્યું હતું. પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામી, માતા પિતાની રજા લઈ, તેણે પ્રભુની પાસે પાંચસે ક્ષત્રીઓની સાથે દીક્ષા લીધી હતી. પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પ્રભુની પાસે દીક્ષા લીધી હતી. વિહાર કરતા પ્રભુ પતનપુર નગરના મનોરમ નામના ઉદ્યા
નમાં સમેસર્યા. પાલનપતિ પ્રસન્નચંદ્ર પ્રસનચંદ્ર રાજ પ્રભુને વંદન કરવા આવ્યા. મેહને નાશ
કરનારી પ્રભુની દેશના સાંભળી, તે રાજા
સંસારથી ઉદ્વેગ પામ્યા. પિતાનાં બાલ કુમાર રાજ્યગાદી પર બેસા, પ્રભુ પાસે રાજાએ દીક્ષા લીધી. ઉગ્ર તપ અને શાસ્ત્રાભ્યાસથી તે રાજર્ષિ સૂત્રાર્થના પારગામી થયા. પ્રભુ સાથે વિહાર કરતા તે મુનિ રાજગૃહ નગરે પધાર્યા. તે રાજર્ષિ નગરની બહાર એકાંતમાં એક પગે ઉભા રહી, ઉંચા બાહ કરીને આતાપના કરતા હતા.
આ ધ્યાનસ્થ રાજર્ષિની, ધ્યાનમાં છતાં માઠાં અને સારા નિમિત્તથી, મનની સ્થીતિ કેવા પ્રકારની થાય છે તે ખાસ વિચારવા
ષિ.
For Private and Personal Use Only