________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આવા ગુણાનુરાગીને સગે શિષ્ય, ઉપકારી કે ગચ્છાળે, જે કઈ ગુણહીન હોય તેના ઉપર નિયામાં પ્રતિબંધ-રાગ-હેતું નથી. - ત્યારે ચારિત્રવાળાએ સ્વજનાદિકનું શું કરવું?
કેવળ કરૂણ લાવીને, તેમને પણ શુદ્ધમાગમાં લાવવા શીખામણ આપવી, અને જે તેઓ અત્યંત અયોગ્ય જણાય તે તેમના પર વિરકત દષ્ટિ રાખીને તેમની ઉપેક્ષા કરવી.
ગુણાનુરાગનું ફળ. “ઉત્તમ ગુણેના અનુરાગથી કાળાદિકના દોષે કરીને, કદી આભવમાં ગુણ સંપદા નહિ મેલ, તે પણ પરભવમાં ભવ્યજીવને દુર્લભ નહિ થાય. મતલબ સહજથી તે પ્રાપ્ત થશે
૭ સાતમું લિંગ ગુજ્ઞારાધન, ગુરૂના ચરણની સેવામાં લાગેલે રહી, ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે. ચારિત્રને ભાર ઉપાડવાને સમર્થ હોય તેને જ યતિ જાણ; અન્યથા નિયમ નહિ.
આચારાંગસૂત્રના પહેલા જ સૂત્રમાં ગુરૂકુલવાસ સર્વ ગુણેનું મૂળ જણાવેલ છે. માટે ચારિત્રાર્થ રૂપે અવશ્ય ગુરૂ કુળમાં વસવું
એને પરિત્યાગ કરી શુદ્ધ ભિક્ષા વિગેરે કરે તે પણ તેને સારી કહી નથી; અને ગુરૂની આજ્ઞામાં રહેનારને કદી આધાર્મિક મળે તે પણ તે પરિશુદ્ધ જ કહેવાય છે. ગુરૂની આજ્ઞા માનનારની વિશેષ પ્રશંસા થાય છે, તે માટે ધન્યપુરૂષ જ્ઞાનાદિ ગુણરૂપ મણિઓની ખાણ સમાન ગુરૂની આજ્ઞાને છેડતા નથી, પણ હંમેશાં આનંદિત મન રાખે છે, અને પિતાને કૃતજ્ઞ ભાવે (માને) છે.
સૂત્રમાં ગુણવાનને જ યથાર્થ ગુરૂ શબ્દને પાત્ર ગણેલ છે. બાકી ગુણમાં દરિદ્રી હોય, તેને યથાર્થ ફળને આપનાર ગણ્ય નથી.
For Private and Personal Use Only