________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભાવ ]
અતિશ. (૧) ભગવાનના સમવસરણની ભૂમિ માત્ર એક એજન વિસ્તારવાળી હોય છે, તે પણ તેટલી ભૂમિમાં કરડે દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચાને સમાવેશ થાય છે, અને પરસ્પર સંકોચ વિના અને બાધા રહિત સુખે બેસી શકે છે.
૨ ભગવંતની દેશના વાણીના પાંત્રીશ ગુણોથી યુકત હોય છે. તેની અઈ માગધી ભાષા, દેવતાઓ, મનુ અને તિયાને પિતાપિતાની ભાષામાં સમજાવાથી ધર્મને અવધ કરનારી થાય છે, તથા તે વાણી એક એજનના સમવસરણમાં રહેલા સર્વ પ્રાણીઓને એક સરખી રીતે સાંભળવામાં આવે છે. જો કે ભગવંતતે એકજ ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ વષદના જળની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીના આશ્રયને પામીને તે તે જીવેની ભાષાપણે પરિણામ પામે છે. એટલે તે ભાષાને દેવતાઓ દૈવી ભાષા માને છે, મનુષ્ય માનુષીભાષા માને છે, ભીલ લોક પિતાની ભાષા માને છે, અને તિર્યએ પોતાની (પશુ પક્ષીની) ભાષા બોલાય છે, એમ માને છે.
સાત નયના સાતસે ભાંગાથી અને સપ્તભંગીની રચનાથી મિશ્રિત વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ મૃતના પારગામી થાય છે.
૩ ભગવંતના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાન્તિથી પણ અધિક તેજસ્વી, અને મનુષ્યને મનહર લાગે તેવું ભામંડળ, એટલે કાંતિના સમૂહને ઉોત પ્રસરેલે હોય છે. આ વિષે શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે, “ભગવંતનું રૂપ જોનારાને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે. તેમ ન થવા માટે તે સર્વ તેજને એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ રહે છે, જેથી ભગવંતનું રૂપ જેનારાએ સુખે ભગવંતની સામું જોઈ શકે.”
૪ દયાનાનિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે, તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ એજન અને ઉંચે
For Private and Personal Use Only