________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮
શ્રી મહાવીરસ્વમિ ચરિત્ર [ પ્રકરણ ૧૭ પાલન કરતા આ પ્રતિબદ્ધ વિહાર કરતા હતા.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચાર પ્રકારને પ્રતિબંધ છે. (૧) સચિત, અચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના દ્રવ્યથી પ્રતિબંધ છે. ૧ માતા પિતા, પુત્રાદિ સંબંધિઓને પ્રતિબંધ એ સચિત પ્રતિબંધ છે. ૨ દાગીના, ઝવેરાત આદિને પ્રતિબંધ એ અચિત પ્રતિબંધ છે. ૩ શણગાર કરેલી સ્ત્રીને પ્રતિબંધ એ મિશ્ર પ્રતિબંધ છે. એ રીતે ત્રણ પ્રકારના દ્રવ્ય પ્રતિબંધથી પ્રભુ રહિત હતા. (૨) ક્ષેત્રથી, ગામ, નગર, ઉઝડ, બેત્ર, ઘર, હવેલી, આકાશાદિ, એ કઈ પણ ઉપર પ્રભુને રાગ નહોતે, કે મહારાપણું નહેતું. તેથી ક્ષેત્રથી પણ પ્રતિબંધ પ્રભુને કહતે. (૩) કાલથીસમયાદિકાલ કોઈ પણ કાલને વિષે આ અમુક કામ હું કરીશ એ પ્રભુને કાલથી પણ પ્રતિબંધ ન હતે. (૪) ભાવથી- ક્રોધ માન, માયા, લેબ, ભય, હાસ્ય, રાગ, દ્વેષ, વચન યુદ્ધ, કોઈને
ટું કલંક આપવું, ચુગલી કરવી, પરના દેષ પ્રગટ કરી કહેવા, અરતિ, રતિ, કપટથી બોલવું, મિથ્યાત શલ્ય ઈત્યાદિ કઈ પણ દેષ સેવે તે તે ભાવથી પ્રતિબંધ કહેવાય છે. ભાવથી પણુ પ્રભુ પ્રતિબંધ મુક્ત હતા. એ પ્રમાણે ચાર પ્રકારના પ્રતિબંધમાંથી કેઈ પણ જાતને પ્રભુને પ્રતિબંધ ન હતે.
ભગવંત વષાતુના ચાર માસ શીવાય બાકીના આઠ માસમાં ગામને વિષે એક રાત્રી અને નગરને વિષે પાંચ રાત્રિ એ પ્રમાણે વિહાર કરતા હતા. ઉપસર્ગ કરનાર અને ભક્તિ કરનાર ઉપર સમાન ભાવ રાખતા. તૃણુ અને મણિ માણિકાદિ, સેનું અને પથ્થર, સુખ અને દુઃખને વિષે પ્રભુની સમાન વૃત્તિ હતી. આ સંબંધી કે પરક સંબંધી સુખની પ્રભુને ગરજ ન હતી. જીવવાની કે મરવાની પણ પ્રભુને ઈચછા નહતી. ફકત સંસારમાં રઝલાવનાર કર્મરૂપ શત્રુઓને મહાત કરવાને જ સદા ઉજમાલ રહેતા હતા. જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ નિજ સ્વભાવમાં જ પ્રભુ રમણતા કરતા અને શાંત રહેતા. ક્ષમા, આજવ, માર્દવ, નિલભતા, તથા મન
For Private and Personal Use Only