SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ ૨૭ ભવ. ] ચંદનાને કદના. ઉન્હાળાની ઋતુ જાય છે. સૂર્યની સખ્ત ગરમીથી લોક આકુલવ્યાકુળ થાય છે. એવા સમયમાં પુણ્યશાળી ધનાવહ શેઠ તાપથી પીડિત થઈને દુકાનેથી ઘેર આવ્યા. તે વખતે દૈવગે કેઈ સેવક શેઠના પગ ધોવાને હાજર ન હતો. તેથી વિનીત ચંદના પગ ધોવાને ઉભી થઈ. શેઠે તેને તે કાર્ય કરતાં વારી, તો પણ પિતૃભક્તિથી શેઠના પગ ધેવા પ્રવતી. તે વખતે તેણીના કેશ અંગની શિથિલતાથી છુટી જવાથી નીચેની પંકવાળી ભૂમિ ઉપર પડ્યા. એટલે-“આ પુત્રીને કેશપાશ ભૂમિના કાદવથી મલિન ન થાઓ” એવું ધારી સહજ સ્વભાવથી શેઠે લાકી થકી તે ઉંચે કરીને બાંધે. આ વખતે મૂલા શેઠાણી બારીમાં હતી. આ બનાવ જોઈ તેણીની ઈર્ષા વધી. તે વિચારવા લાગી કે, “મેં પ્રથમ જે તર્ક કર્યો હતે તે બરાબર છે, આ યુવાન ન ઢા સ્ત્રીના કેશ શેઠે હાથ થકી બાંધ્યાતે તેમના મનમાં રહેલા પતિપણાના ભાવનું પ્રથમ ચિન્હ છે, કારણ કે પિતાનું કામ એવી રીતે કરવાનું હેતું નથી. માટે આ બાળાને વ્યાધિની જેમ મૂલમાંથીજ ઉચછેદ કરો.” આ નિશ્ચય કરી તે દુરાશય ગ્ય વખતની રાહ જોવા લાગી. શેઠ થોડો વખત વિશ્રામ લેઈ ફરીથી બહાર ગયા એટલે મૂલા શેઠાણી એ નાપિતને બોલાવીને નિર્દોષ ચંદનાનું માથું મુંડાવી નંખાવ્યું. કોંધાવેશમાં આવી જઈ તેને ઘણું તાડન કર્યું; અને તેના પગમાં બે નાખી ઘરના એક દૂરના ભાગમાં આવેલા ઓરડામાં તેને પૂરી કમાડ બંધ કરીને, પછી પિતાના પરિવાર સેવક વિગેરેને કહ્યું કે, “જે શેઠ આ વિષયમાં કાંઈ પુછે તે કેઈએ કાંઈ પણ કહેવું નહીં, તે છતાં જે કંઈ કહેશે, તે તે મહારા કપનું ભાજન થશે.” આ પ્રમાણે ચાકશ બંદોબસ્ત કરી શેઠાણું પિતાના રહેવાના સ્થાનમાં આવી. સાયંકાલે શેઠ ઘેર આવ્યા. ચંદના તેમના જેવામાં આવી નહી. તેમણે સેવક વર્ગને પુછ્યું પણ શેઠાણીને ભયથી કેઈએ For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy